મુન્દ્રા જમીન કેસમાં અદાણી પોર્ટની સુપ્રીમ કોર્ટમાં મોટી જીત થઇ છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવતા અદાણી પોર્ટને હાલ પૂરતી રાહત મળી છે. ગુજરાત સરકાર દ્વારા મુન્દ્રામાં 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમકોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
કચ્છમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક PILની સુનાવણી કરી હતી જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. પીઆઈએલમાં સ્થાનિક સમુદાય માટે ગૌચરની જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી.