તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટેલિવિઝન અભિનેત્રી જેનિફર મિસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે અસિત મોદી સામે જેનિફરની લડાઈમાં નવો વળાંક આવ્યો છે.
આ કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને નિર્માતા અસિત મોદીને બાકી રકમ સાથે અભિનેત્રીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ અપાયો છે.જેનિફર મિસ્ત્રી બંસીવાલે તેના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, અભિનેત્રીએ અન્ય બે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રામાણી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.