‘બિગ બોસ 11’ની સ્પર્ધક અને હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ દીકરાને જન્મ આપ્યો, જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા

0
0

હરિયાણવી ડાન્સર તથા ‘બિગ બોસ 11’ની સ્પર્ધક સપના ચૌધરીએ શનિવાર, 3 ઓક્ટોબરના રોજ રોહતકની હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. સપનાના પતિ વીર સાહુએ સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. આ દરમિયાન તે સપનાની પ્રેગ્નન્સી પર અટકળો લગાવનાર લોકો પર પણ ગુસ્સે થયો હતો.

સપનાના પતિએ ફેસબુક લાઈવ દરમિયાન પિતા બનવાની વાત કહી હતી. આ સાથે જ સપનાની પ્રેગ્નન્સી પર તેને ટ્રોલ કરનાર યુઝર્સ પર ગુસ્સે થઈને કહ્યું હતું કે કોઈના અંગત જીવનમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને લોકોને તેનાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં.

ચાર વર્ષના રિલેશનશિપ બાદ લગ્ન કર્યા

સપના તથા વીર છેલ્લાં ચાર વર્ષથી એકબીજાના રિલેશનશિપમાં હતી. બંનેએ આ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. વીરે પોતાના લગ્ન અંગે કહ્યું હતું કે બંને પરિવારની મરજી બાદ જ લગ્ન કરવામાં આવ્યા છે. તે સપનાના સંઘર્ષનું સન્માન કરે છે અને તેના કામમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. સપના ટૂંક સમયમાં અધૂરા પ્રોજેક્ટ પૂરા કરશે.

‘બિગ બોસ 11’માં સપના જોવા મળી હતી

સપના ચૌધરીની માતા નીલમે કહ્યું હતું કે માતા તથા દીકરો બંને સ્વસ્થ છે. ‘બિગ બોસ 11’માં ભાગ લીધા બાદ સપના દેશભરમાં લોકપ્રિય થઈ હતી. લૉકડાઉન દરમિયાન સપના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને ચાહકોનું મનોરંજન કરતી હતી.

સપનાના અનેક વીડિયોએ ધૂમ મચાવી હતી

સપનાના અનેક ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી, જેમાં ‘તેરી અંખિયાં કા યો કાજલ’, ‘સૉલિડ બોડી’, ‘છોરી ભેસ બડી બિંદાસ’ જેવા ગીતો લોકપ્રિય છે. સપનાએ ફિલ્મ ‘વીરે કે વેડિંગ’માં સ્પેશિયલ આઈટમ સોંગ ‘હટ જા તાઉ’માં પર્ફોર્મ કરીને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ સપનાએ ‘નાનૂ કી જાનૂ’ના ‘લવ બાઈટ’ તથા ‘તેરે ઠુમકે’ જેવા ગીતમાં સપના ચૌધરી જોવા મળી હતી.

કોણ છે સપનાનો પતિ વીર સાહુ?

સપનાનો પતિ વીર સાહુ હિસારમાં રહે છે. વીર પર્ફોર્મ, સિંગર, કમ્પોઝર, રાઈટર, પ્રોડ્યૂસર તથા એક્ટર છે. તે પોતાના સિંગિંગ માટે જાણીતો છે. વીરે ‘ખલનાયક’, ‘રસૂક આલા જાટ’, ‘યાર લેન્ડલોર્ડ’ તથા ‘થડ્ડી બડ્ડી’ જેવા સોંગ ગાયા છે. વીર ગીત ‘થડ્ડી બડ્ડી’ને કારણે લોકપ્રિય થયો હતો. માર્ચ 2019માં વીરનું ગીત ‘શીબા કી રાની’ ચર્ચામાં રહ્યું હતું. માર્ચ 2020માં વીરનું ગીત ‘દેવદાસ’ રિલીઝ થયું હતું. વીર સાહુ ખેડૂત પરિવારમાંથી આવે છે. કેન્દ્ર સરકારે પાસ કરેલા ત્રણ ખેડૂત બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વીર સાહુએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here