બિગ બોસ 14 અપડેટ : શોપિંગ મોલ, થિયેટરથી લઈને મીની સ્પા એન્જોય કરી શકશે બિગ બોસ 14ના કન્ટેસ્ટન્ટ, પ્રી-લોકડાઉનની ઇફેક્ટ આપવા માટે મેકર્સે વ્યવસ્થા કરી

0
10

ટેલિવિઝનના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 14ની તૈયારી ઝડપથી શરૂ થઇ ગઈ છે. છેલ્લી સીઝનની સફળતા બાદ આ વર્ષે મેકર્સ શોમાં કંઈક નવું અને મોટું દેખાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એક તરફ એવા ન્યૂઝ છે કે શોમાં લોકડાઉનનો ટચ જોવા મળશે તો બીજી બાજુ એવું જણાવાઈ રહ્યું છે કે બિગ બોસના ઘરમાં થિયેટર, મીની સ્પા અને શોપિંગ મોલની વ્યવસ્થા પણ હશે જેથી બધા કન્ટેસ્ટન્ટ પ્રી- લોકડાઉનનો આનંદ લઇ શકે.

ચેનલે હાલમાં જ શોનો પ્રોમો રિલીઝ કર્યો હતો તેમાં હોસ્ટ સલમાન ખાન થિયેટરમાં પોપકોર્ન ખાતો દેખાયો હતો. પ્રોમોમાં કહેવામાં આવ્યું હતું કે 2020ને મળશે સટીક જવાબ કારણકે હવે બદલશે સીન. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મેકર્સે આ વાતને કન્ફર્મ કરી છે કે શોમાં થિયેટર, સ્પા અને શોપિંગ બધાની વ્યવસ્થા હશે જે લોકડાઉન પહેલાં લોકો માટે સામાન્ય વાત હતી. સોર્સના જણાવ્યા મુજબ મેકર્સ શોપિંગ મોલ, મીની થિયેટર, સ્પા અને રેસ્ટોરાં કોર્નર પણ સેટ પર તૈયાર કરાવી રહ્યા છે.

લક્ઝરી ટાસ્કનો ભાગ હશે આ બધી સુવિધાઓ

દર વર્ષે ટાસ્ક જીતનારી ટીમને લક્ઝરી બજેટ આપવામાં આવતું હતું જેનાથી તેઓ અમુક લક્ઝરી આઇટમ્સ ખરીદી શકતા હતા. હવે આ સીઝનમાં ટાસ્ક જીતનાર કન્ટેસ્ટન્ટ પાસે ફિલ્મ જોવાનો, શોપિંગ કરવાનો અને રેસ્ટોરાં જવાનો પણ વિકલ્પ હશે. આ બધી સુવિધા બિગ બોસ 14ના ઘરમાં લક્ઝરી ટાસ્ક જીતનારાને આપવામાં આવશે.

શોમાં એન્ટ્રી લેવા માટે પવિત્રા પુનિયા, આકાંક્ષા પુરી, નિયા શર્મા, વિવિયન ડીસેના, શિવિન નારંગ, નૈના સિંહ જેવા ટીવી સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. લાસ્ટ સીઝનમાં શોમાં અબુ મલિકે ભાગ લીધો હતો ત્યારબાદ આ સીઝનમાં સિંગર અનુ મલિક સામેલ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here