Saturday, September 18, 2021
Homeબિગ બોસ 15 : પાંચ સેલેબ્સના નામ થયા કન્ફર્મ
Array

બિગ બોસ 15 : પાંચ સેલેબ્સના નામ થયા કન્ફર્મ

‘બિગ બોસ 15’માં આ વખતે કયા સેલેબ્સ જોવા મળશે તેના વિવિધ નામો સામે આવી રહ્યા છે. જોકે, હજી સુધી ઓફિશિયલી આ નામોને કન્ફર્મ કરવામાં આવ્યા નથી. જોકે, રિપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી પાંચ સ્પર્ધકોના નામ કન્ફર્મ થઈ ચૂક્યા છે.

અર્જુન બિજલાણી

‘ખતરો કે ખિલાડી 11’માં જોવા મળતો અર્જુન બિજલાણી ‘બિગ બોસ 15’માં જોવા મળશે. અર્જુને એકાદ-બે દિવસ પહેલાં જ શોમાં કામ કરવાની હા પાડી દીધી છે.

નેહા મર્દા​​​​​​​

થોડાં સમય પહેલાં નેહા મર્દાએ કન્ફર્મ કર્યું હતું કે તેનો ‘બિગ બોસ 15’ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, નેહાએ આ ઓફર સ્વીકારી લીધી છે.

સના મકબૂલ​​​​​​​

સના મકબૂલ હાલમાં ‘ખતરો કે ખિલાડી 11’માં જોવા મળે છે. સનાએ ઘણીવાર ‘બિગ બોસ’ના ઘરમાં જવાની ઈચ્છા પ્રગટ કરી છે. થોડાં સમય પહેલાં જ ચેનલ તથા સના વચ્ચે વાત ચાલતી હતી. હવે સનાએ ચેનલની તમામ શરતો માની લીધી છે અને તે શોમાં જોવા મળશે.

રિદ્ધિમા પંડિત

પોપ્યુલર એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત પણ આ શોમાં જોવા મળશે. તે આ સિઝનની કન્ફર્મ સ્પર્ધક છે.

કરન નાથ

ફિલ્મ ‘યે દિલ આશિકાના’માં જોવા મળેલો કરન નાથ પ્રોડ્યૂસર રાકેશ નાથનો દીકરો છે. આ વર્ષે પણ શોમાં નવા ચહેરાઓ જોવા મળશે.

ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે
‘બિગ બોસ’ ટીવી પર આવે તે પહેલાં છ અઠવાડિયા સુધી ‘બિગ બોસ OTT’ના નામથી વૂટ એપ પર શરૂ કરવામાં આવશે. આ શોને કરન જોહર હોસ્ટ કરશે. આ શોમાં નિયા શર્મા, કરન વાહી, કરન પટેલ, મોહસિન ખાન, અવિનેશ રેખી, દિવ્યા અગ્રવાલ, સુરભિ ચંદાના, વરુણ સૂદના નામ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments