Saturday, September 18, 2021
Homeબિગ બોસ 15 : 'તારક મહેતા...' ફૅમ નિધિ ભાનુશાલી 'બિગ બોસ'માં જોવા...
Array

બિગ બોસ 15 : ‘તારક મહેતા…’ ફૅમ નિધિ ભાનુશાલી ‘બિગ બોસ’માં જોવા મળી શકે

ટીવીનો બિગેસ્ટ રિયાલિટી શો ‘બિગ બોસ’ની 15મી સિઝન ટૂંક સમયમાં જ ટીવી પર શરૂ થશે. ટીવી પર આવે તે પહેલાં ડિજિટલ વર્ઝન છ અઠવાડિયા સુધી OTT પર આવશે. આ શોને કરન જોહર હોસ્ટ કરશે. OTT તથા ટીવી એમ બંને શો માટે મેકર્સે અનેક સેલેબ્સ સાથે વાત કરી છે. હવે ચર્ચા છે કે નિધિ ભાનુશાલી ‘બિગ બોસ’માં જોવા મળી શકે છે.

વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર નિધિ ભાનુશાલીએ થોડાં સમય પહેલાં જ ‘બિગ બોસ’ના મેકર્સ સાથે વાત કરી હતી. જોકે, હજી સુધી મેકર્સ તથા નિધિએ આ અંગે કોઈ ચોખવટ કરી નથી.

2019માં નિધિએ શો છોડ્યો હતો
વર્ષ 2012માં નિધિ ભાનુશાલીએ ‘તારક મહેતા..’માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં આ પાત્ર ઝીલ મહેતા આ પાત્ર ભજવતી હતી. જોકે, અભ્યાસ પર ધ્યાન આપવા માટે ઝીલે આ શો છોડી દીધો હતો. તેના સ્થાને નિધિ આવી હતી. નિધિએ 2019 સુધી આ શોમાં કામ કર્યું હતું. નિધિ આ શોને કારણે ઘણી જ લોકપ્રિય થઈ હતી. નિધિએ પણ ભણવા માટે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં સોનનું પાત્ર પલક સિધવાણી ભજવી રહી છે.

બિકીની તસવીરો વાઇરલ થઈ હતી
નિધિ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને થોડાં મહિનાઓ પહેલાં તેની બિકીની તસવીરો ઘણો જ વાઇરલ થઈ હતી. આ સમયે નિધિએ એવું કહ્યું હતું કે તેને નવાઈ લાગી જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગી હતી. તેના માટે આ બહુ ફન્ની છે, કારણ કે દેશમાં અન્ય મહત્ત્વના મુદ્દાને બદલે તેની તસવીરોની ચર્ચા થઈ રહી છે.

ફ્રેન્ડ સાથે નિધિ હાલમાં રોડ ટ્રિપ પર છે
નિધિ છેલ્લાં થોડાં સમયથી રોડ ટ્રિપ છે. તેણે ટ્રિપ માટે નવી હોન્ડા WRV કાર ખરીદી હતી. કારને પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવી હતી. ટ્રિપ પર તેની સાથે તેનો ડોગ તથા બેસ્ટ ફ્રેન્ડ છે.

‘બિગ બોસ’ના ઘરમાં આ પાંચ સેલેબ્સ જોવા મળશે
આ નામ હજી સુધી ઓફિશિયલી કન્ફર્મ કરવામાં આવ્યા નથી. જોકે, રિપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી પાંચ સ્પર્ધકોના નામ કન્ફર્મ થઈ ચૂક્યા છે.

અર્જુન બિજલાણી

‘ખતરો કે ખિલાડી 11’માં જોવા મળતો અર્જુન બિજલાણી ‘બિગ બોસ 15’માં જોવા મળશે. અર્જુને એકાદ-બે દિવસ પહેલાં જ શોમાં કામ કરવાની હા પાડી દીધી છે.

 

નેહા મર્દા

થોડાં સમય પહેલાં નેહા મર્દાએ કન્ફર્મ કર્યું હતું કે તેનો ‘બિગ બોસ 15’ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, નેહાએ આ ઓફર સ્વીકારી લીધી છે.

સના મકબૂલ

સના મકબૂલ હાલમાં ‘ખતરો કે ખિલાડી 11’માં જોવા મળે છે. સનાએ ઘણીવાર ‘બિગ બોસ’ના ઘરમાં જવાની ઈચ્છા પ્રગટ કરી છે. થોડાં સમય પહેલાં જ ચેનલ તથા સના વચ્ચે વાત ચાલતી હતી. હવે સનાએ ચેનલની તમામ શરતો માની લીધી છે અને તે શોમાં જોવા મળશે.

રિદ્ધિમા પંડિત

પોપ્યુલર એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત પણ આ શોમાં જોવા મળશે. તે આ સિઝનની કન્ફર્મ સ્પર્ધક છે.

કરન નાથ

ફિલ્મ ‘યે દિલ આશિકાના’માં જોવા મળેલો કરન નાથ પ્રોડ્યૂસર રાકેશ નાથનો દીકરો છે. આ વર્ષે પણ શોમાં નવા ચહેરાઓ જોવા મળશે.

ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે
આ શોમાં નિયા શર્મા, કરન વાહી, કરન પટેલ, મોહસિન ખાન, અવિનેશ રેખી, દિવ્યા અગ્રવાલ, સુરભિ ચંદાના, વરુણ સૂદના નામ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments