Bigg Boss : ઘરમાંથી નીકળીને મધુરિમાએ ખોલી પોલ, આ છે 3 ટૉપ કન્ટેસ્ટન્ટ્સ

0
42

બિગ બૉસ 13માં (Bigg Boss 13) આ સપ્તાહે મધુરિમા તુલી (Madhurima Tuli) ઘરથી બહાર નીકળી છે. તે પોતાના એક્સ બૉયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે (Vishal Aditya Singh) ઘરમાં થયેલા ઝગડાને લઇને ચર્ચામાં રહી હતી. ઘરથી બહાર નીકળીને તે સતત મીડિયા સાથે વાતચીત કરી રહી છે. અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે બિગ બૉસને લઇને અનેક રસપ્રદ ખુલાસા કર્યા હતા. સાથે જ તેણે બિગ બૉસ (Bigg Boss)ના ટૉપ કંટેસ્ટેંટ્સને લઇને ખાસ રાય આપી હતી.

આ સપ્તાહમાં બિગ બૉસને ઘરથી બહાર નીકળનાર મધુરિમા તુલીએ જણાવ્યું કે તે બિગ બોસ અને બાકી ઘરવાળાને મિસ કરી રહી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું કે ઘરવાળાની સાથે બિગ બૉસના ટૉપ 3 કંટેસ્ટેંટ્સને લઇને પોતાની પક્ષ મૂક્યો હતો. તેણે કહ્યું કે મને લાગે છે કે સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ અને શહનાઝ ગિલ કે રશ્મિ દેસાઇ ટૉપ 3માં આવશે.

બિગ બૉસમાં પોતાના સફર અને બીજા મિત્રો વિષે વાત કરતા તેણે કહ્યું કે શેફાલી જરીવાલા અને માહિરા શર્મા સાથે મારી ક્યારેય સારી રીતે વાત નથી થઇ આ પાછળનું કારણ મને તેમનાથી સારી વાઇબ્સ નહતી આવતી. મેં જ્યારે તેમનાથી સારી રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉલ્ટું મારે જ જવાબ સાંભળવો પડ્યો. જેના કારણે મેં તેમનાથી દૂરી જ બનાવી રાખી શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના સંબંધોને લઇને પણ કહ્યું કે બહાર તેમની કેમેસ્ટ્રીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શહનાઝ અને સિદ્ધાર્થના સંબંધો ખૂબ જ સાચા છે. અને બંને સાથે ખૂબ જ સારા પણ લાગે છે. તેણે કહ્યું કે શહનાઝ જે પણ કરે છે તે મનથી કરે છે. અને બંનેમાં સારી મિત્રતા છે.

ઉલ્લેખનીય છે કે મધુરિમા તુલી અને વિશાલ આદિત્ય સિંહ બંને વચ્ચે આ સપ્તાહમાં લડાઇ જોવા મળી. લડાઇમાં વિશાલેના વર્તાવથી ગુસ્સે ભરાઇને મધુરિમાએ તેને પેનથી માર્યો. જે પણ બિગ બૉસ તેને જેલમાં મૂકી દીધા. મધુરિમા- વિશાલના આ વર્તન પર સલમાન ખાને પણ વીકેન્ડના વારમાં બંનેને ખૂબ લડ્યા. અને મધુરિમાને આ પછી શોથી બહાર મોકલી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here