Saturday, September 18, 2021
Homeએન્ટરટેમેન્ટબિગ બોસ OTT : શોમાં શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ જોવા...

બિગ બોસ OTT : શોમાં શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ જોવા મળશે

ટીવીનો સૌથી વિવાદાસ્પદ શો ‘બિગ બોસ 15’ પહેલાં છ અઠવાડિયા સુધી વૂટ એપ પર જોવા મળશે. આ શો 8 ઓગસ્ટથી શરૂ થશે. આ શો ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાનો હોવાથી તેમાં વધુ બોલ્ડ કન્ટેન્ટ જોવા મળશે, તેમ માનવામાં આવી રહ્યું છે. હવે ચર્ચા છે કે શોમાં શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ જોવા મળશે.

શું શમિતા શોમાં જશે?
વેબ પોર્ટલ પીપિંગ મૂનના રિપોર્ટ પ્રમાણે, શમિતા શેટ્ટી શોમાં ભાગ લઈ શકે છે. જોકે, હજી સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો શમિતા શેટ્ટી શોમાં જોવા મળે છે તો તે જોવું ઘણું જ રસપ્રદ રહેશે. હાલમાં શમિતા શેટ્ટીના જીજાજી રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં બંધ છે. કુંદ્રા તથા શેટ્ટી પરિવાર માટે આ સમય મુશ્કેલીનો છે. શિલ્પા શેટ્ટી પણ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી ‘સુપર ડાન્સર 4’ના શૂટિંગમાં જતી નથી.

શોમાં કોણ કોણ જોવા મળી શકે છે?
સૂત્રોના મતે, શોમાં રિદ્ધિમા પંડિત, નેહા ભસીન, નેહા મર્દા, નેહા મલિક, ઉર્ફી જાવેદ, કરનનાથ, અક્ષરા સિંહ, નિશા રાવલ, ઝીશાન ખાન જેવા ટીવી સેલેબ્સ જોવા મળી શકે છે. આ શોને કરન જોહર હોસ્ટ કરવાનો છે.

ત્રીજી સિઝનમાં જોવા મળી હતી
ઉલ્લેખનીય છે કે શમિતા શેટ્ટી ‘બિગ બોસ 3’માં જોવા મળી હતી. શમિતા ઘરમાં 42 દિવસ રહી હતી. જોકે, પછી શિલ્પા શેટ્ટીના લગ્ન નક્કી થતાં તે ઘરની બહાર આવી ગઈ હતી.

મુશ્કેલ ઘડીમાં બહેનને હિંમત આપી હતી
શમિતાએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘ક્યારેક ક્યારેક તમારી અંદરની તાકત કોઈ આગની જ્વાળાની જેમ હોતી નથી, કે જે તમામને દેખાય. આ માત્ર એક નાનકડી ચિનગારી હોય છે અને તે ચમકતી દેખાય છે. બસ ચાલતા રહો.’

વધુમાં શમિતાએ કહ્યું હતું, ‘તમારી એનર્જીને લોકો કઈ રીતે લઈ રહ્યા છે, તે તમારા કંટ્રોલની વાત નથી. તમે જે પણ કંઈ કરો છો અથવા કહો છો, તે ક્ષણમાં તે જે પણ વ્યક્તિગત મુશ્કેલીમાંથી પસાર થયા છે, લોકો તેને પોતાના અંગત લેન્સથી જોઈને ફિલ્ટર કરે છે, જે તમારા વિશે હોતું નથી. બસ તમે તમારા કામને જેટલું થઈ શકે તેટલી ઈમાનદારી તથા પ્રેમથી કરતા રહો.’

શમિતાએ કહ્યું, હું મારો ખર્ચ જાતે ઉઠાવે છું
મીડિયા સાથેની વાતચીતમાં શમિતાએ કહ્યું હતું, ‘હું એ વાત સ્પષ્ટ કરવા માગું છું કે હું મારો ખર્ચ તથા મારું ધ્યાન જાતે જ રાખું છું. જ્યારે પણ મારી તુલના શિલ્પા સાથે કરવામાં આવે છે, તો મને ખરાબ નથી લાગતું. હું હંમેશાં મારી બહેન જેવી બનવા માગતી હતી. જોકે, તેને એ વાતની નવાઈ લાગે છે કે લોકો કેવી રીતે કહી શકે કે બે લોકોના જીવનમાં એક જેવી સફળતા કેવી રીતે હોય.’

શમિતા શેટ્ટી જીજાજી રાજ કુંદ્રાની ફિલ્મમાં કામ કરશે તેવી ચર્ચા હતી નવભારત ટાઇમ્સ સાથેની વાતચીતમાં ગેહનાએ કહ્યું હતું, ‘જેલ ગઈ તેના થોડા દિવસ પહેલાં જ હું રાજ કુંદ્રાની ઓફિસ ગઈ હતી. ત્યાં ખબર પડી કે રાજ નવી એપ બોલિફેમ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરતો હતો. આ એપ પર રિયાલિટી શો, ચેટ શો, મ્યુઝિક વીડિયો, કોમેડી શો તથા નોર્મલ ફિલ્મ રિલીઝ કરવાની હતી. આ એપમાં બોલ્ડ ફિલ્મ રિલીઝ કરવાની નહોતી. આ દરમિયાન અમે સ્ક્રિપ્ટ પર ચર્ચા કરી હતી. પછી એક સ્ક્રિપ્ટ માટે શમિતા શેટ્ટીને અને એક સ્ક્રિપ્ટ સઈ તામ્હણકરને તથા એક-બે આર્ટિસ્ટને કાસ્ટ કરવાનું વિચાર્યું હતું. મારી ધરપકડ થઈ તેના 3-4 દિવસ પહેલાં આ ફિલ્મના શૂટિંગ અંગે વિચાર્યું હતું. હું આ ફિલ્મ્સને ડિરેક્ટ કરવાની હતી.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments