નવા ટાઈટલની સાથે સામે આવ્યો Bigg Bossનો પ્રોમો,

0
4

આ વખતે બિગ બોસ (Bigg Boss)ની થીમ પણ લોકડાઉનની સાથે લિંક રાખી છે બિગબોસ 14નો પહેલો પ્રોમો સામે આવ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છેકે,આ વખતે શો પણ સલમાન ખાન જ હોસ્ટ કરશે. બિગ બોસ 14નાં પહેલાં પ્રોમોમાં સલમાન ખાન ખેતરમાં પાકનું વાવેતર કરવાની સાથે ટ્રેક્ટર ચલાવતો દેખાઈ રહ્યો છે. તો આ પ્રોમોના નામને પણ બદલી નાંખવામાં આવ્યુ છે.

https://www.instagram.com/p/CDohzadhPFl/?utm_source=ig_embed

જણાવી દઈએકે, પ્રોમો મુજબ આ વખતની થીમને બદલી નાખવામાં આવી છે. દર વખતે શોમાં કંઈકને કંઈક તો બદલાવ થાય છે. અનુમાન મુજબ, આ વર્ષે કોરોના વાયરસ અને લોકડાઉનની સાથે લિંક કરચાં શોની થીમ નક્કી કરવામાં આવી છે. આ વખતની સિઝન ટીવી ગેમ શો,’બિગ બૉસ 2020’ના નામે ઓળખાશે. ઉલ્લેખનીય છેકે, આ પહેલાની બધી જ સિઝનને તે સિઝનની ગણતરીનાં હિસાબથી ઓળખાતી હતી. પરંતુ આ વખતે બિગબોસ 14ની જગ્યાએ બિગ બોસ 2020નાં નામે પ્રસારિત થશે. શોમમાં મેઈન હાઈલાઈટ લોકડાઉન હશે

રજૂ થયેલાં પ્રોમોમાં સલમાન ખાન કહેતો દેખાઈ રહ્યો છેકે, લોકડાઉન લાયા નોર્મલ લાઈફમાં સ્પીડ બ્રેકર. એટલા માટે ઉગાડી રહ્યો છું ચોખા અને ચલાવી રહ્યો છું ટ્રેક્ટર, પરંતુ હવે સીન પલટાશે. જણાવી દઈએકે, ડિસેમ્બરના મહિનામા શો શરૂ થવાનું અનુમાન છે. જેથી ફેન્સ તે જાણવા માટે ઉત્સુક છેકે, આ વખતે શોમાં કોણ-કોણ કંન્ટેસ્ટન્ટ ભાગ લેવાના છે.

આ કલાકારોએ રિજેક્ટ કરી બિગ બોસ 14ની ઓફર

બિગ બોસની 14મી સિઝનનો હિસ્સો બનવાને લઈને ઘણા સેલેબ્સની ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે, શોનાં મેકર્સ તરફથી કોઈ પણ કન્ટેસ્ટન્ટની જાહેરાત થઈ નથી. પરંતુ મીડિયા રિપોર્ટનું માને તો ઘણા સેલેબ્સ એવા છે, જેમણે બિલ બોસ 14ની ઓફરને નકારી કાઢી છે. જેમાં ટીવીનાં બહુ ચર્ચિત શો ભાભીજી ઘર પર હેની શુભાંગી અત્રે, અધ્યયન સુમન, નાગિન અભિનેત્રી સુરભિ જ્યોતિ અને સુષ્મિતા સેનનાં ભાઈ રાજીવ સેન જેવાએ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here