- Advertisement -
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગટર યોજના અંતર્ગત કરોડો રૂપિયા મંજુર થયા હતા જે કામ પાણી પુરવઠા ને નગરપાલિકા ની નિગરાણી હેઠળ કરવા નું હતું જે કામ ને વર્ષો વીતી જવા છતાં અહીં ની પ્રજા ને પૂરો લાભ મળ્યો નથી માત્ર આ કામ નો લાભ ભ્રષ્ટ બાબુ ઓ અને કોન્ટ્રાકટર ને જ મળ્યો છે જે અહીં ની ગટર માં ભ્રષ્ટાચાર થી જોવા મળે છે ત્યારે આ કામ કરાવનાર પાણી પુરવઠા ના ના.કા.ઇ.ભાવસાર દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરી સરકાર શ્રી ની તિજોરી ખાલી કરી પોતાની તિજોરી ભરી હોય તેવું લોકો માં ચર્ચા ઇ રહ્યું છે.
ત્યારે વાત કરવા માં આવે નગર પાલિકા દ્વારા થઈ રહેલા ગટર કામ ની તો આ કામ ભાજપ પક્ષ માં રહી ચરી ખાતા માંધુભાઈ કોરવાડિયા નું છે આ કામ રાધનપુર ના લાલબાગ તરફ ગટર નું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં આ ભ્રષ્ટ કોન્ટ્રાકટર દ્વારા નગરપાલિકા ના જવાબદાર કર્મચારી ચીફ ઓફિસર અને બાંધકામ શાખા ના સેટીંગ થી કરવા માં આવી રહ્યું છે જે કામ ચાલુ હોય ત્યારે નગર પાલિકા નો કોઈ એન્જિનિયર પણ હાજર રાખવામાં આવતો નથી આ કોન્ટ્રાકટર ને નગરપાલિકા એ ભ્રષ્ટાચાર કરવા માટે છુટ આપી હોય તેવું જોવા મળી રહ્યું છે જેના કારણે આ કોરવાડિયા દ્વારા લાલબાગ માં ચાલતી ગટર ના કામ માં કોરેકોરો સિમેન્ટ નાખી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અહીં ના રહીશો દ્વારા વારંવાર આ બાબતે કોન્ટ્રાકટર ને જાણ કરવા છતાં નગરપાલિકા નું સેટીંગ હોઈ એ જ પ્રદ્ધતિ માં કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કામ લાંબુ ટકી શકે તેમ પણ નથી જેથી આ કામ ની નગરપાલિકા દ્વારા બિલ નહિ ચુકવવા તે જરૂરી છે જો આ ચુકવણું થશે તો સરકારી નાણાં વેડફાય તેવું જોવા મળી રહ્યું છે જેથી સરકાર શ્રી ના હીત ને ધ્યાને લઇ જવાબદાર કોન્ટ્રાકટર નું બિલ કાપી યોગ્ય પગલાં ભરવા જરૂરી જોવા મળે છે
રિપોર્ટર : અકિલ ભાઈ, CN24NEWS, રાધનપુર, પાટણ