Thursday, November 30, 2023
Homeગુજરાતસુરેન્દ્રનગર જિલ્લામાં કાળા પથ્થરની સૌથી મોટી ચોરીનો પર્દાફાશ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળા પથ્થરની સૌથી મોટી ચોરીનો પર્દાફાશ

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલાના સુદામડામાં કાળા પથ્થરોના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. પોલીસ વિભાગ અને ભૂસ્તર ખાતાએ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. શનિવારે સુદામડામાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં કુલ 14 સર્વે નંબરમાં ખોદકામ માપણી કરતા 5.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ગેરકાયદે ખોદકામ થયાનો ખુલાસો થયો હતો.  જેને લઈ અત્યાર સુધીનો સૌથી વધુ 270 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ મામલે ચાર વ્યક્તિઓ સામે ગેરકાયદે ખનન અને એક્સપ્લોઝિવ બ્લાસ્ટિંગ મુદ્દે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. સાથે પોલીસે 35 પેટી જીલેટિક સ્ટિક, બે બંડલ ડીટોનેટર, 17 ડમ્પર, 7 હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખનન અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular