બિહાર : મકાઈના ભુટ્ટા સેકતી વખતે ઘાસચારામાં લાગી આગ, એક જ પરિવારના 6 બાળકો સળગી ગયા

0
2

અરરિયામાં પલાસીના કવૈયા ગામમાં એક જ પરિવારના છ બાળકો આગમાં સળગી જવાને લીધે મૃત્યુ પામ્યા છે. આ બાળકોની ઉંમર અઢી વર્ષથી 5 વર્ષની છે. આ તમામ એક રૂમમાં મકાઈના ભુટ્ટા સેકી રહ્યા હતા. નજીકમાં પશુઓ માટેનો સૂકો ઘાસચારો હતો. જેમાં આગ લાગી ગઈ હતી. અન્ય બાળકોના અવાજ સાંભળીને પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા. પણ ત્યાં સુધીમાં ઘણો વિલંબ થઈ ગયો હતો.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જીવ ગુમાવનાર બાળકોની ઓળખ મો.અશરફ (5), ગુલનાજ (2.5), દિલવર (4), બરકસ (3), અલી હસન (3) અને હસ્ન આરા (2.5) તરીકે થઈ છે.

15 દિવસ અગાઉ કિશનગંજમાં આ પ્રકારની ઘટના બની હતી

15 માર્ચના રોજ બિહારના કિશનગંજમાં પણ એક ઘરમાં આગ લાગવાથી પરિવારના વડા અને તેમના ચાર બાળકોના મોત નિપજ્યા હતા. આગથી ગેસ સિલેન્ડર ફાટ્યું હતું. આ ઘટનામાં તેમની પત્ની પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here