બિહાર : ગાંડા થયેલા હાથીએ યુવકને સૂંઢથી ઊંચો કરીને પછાડ્યો, સતત 5 કલાક સુધી ગામ માથે લીધું

0
9

બિહારના ભોજપુર જિલ્લામાં ગાંડા થયેલાં હાથીએ સતત 5 કલાક સુધી ગામ માથે લીધું હતું. આ દરમિયાન ટોળામાંથી એક યુવક હાથીની ઝપેટમાં આવી ગયો હતો. જેને હાથીએ તેની સૂંઢથી પકડીને પછાડી-પછાડીને માર્યો હતો. આ દરમિયાન લોકોનાં ટોળાંએ રાજેન્દ્રસિંહ નામના યુવકને માંડ-માંડ બચાવ્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મહત્ત્વનું છે કે, મહાવત પાણી પીવડાવતો હતો ત્યારે હાથી અચાનક બેકાબૂ થયો હતો. આ પછી હાથીએ ગામમાં ઉત્પાત મચાવ્યો હતો. હાથીને કાબૂમાં લેવા ગામમાં ટોળાએ રસ્તા પર આગ પણ લગાવી હતી. આ પછી માંડ-માંડ હાથી પર કાબૂ મેળવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here