બિહાર : લૉકડાઉનમાં હેલમેટ વગર સ્કૂટી લઈને ફરતી યુવતીને ટ્રાફિક પોલીસે રોકતાં હોબાળો કર્યો હતો

0
8

બિહારના પટનામાં એક પૉશ વિસ્તારમાં યુવતીએ હોબાળો કર્યો હતો. બોરિંગ રોડ પર મોડી રાતે હેલમેટ વગર સ્કૂટી પર ફરતી એક યુવતીને ટ્રાફિક પોલીસે રોકતાં હોબાળો કર્યો હતો. આ પછી યુવતીએ પોલીસકર્મી સાથે જેમતેમ વાતો કરી મોદી અને નીતિશ કુમાર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જેનો વીડિયો સ્થાનિક લોકોએ બનાવ્યો હતો. મહિલાએ કહ્યું, ‘લોકડાઉન લાગાડતાં પહેલાં પૂછ્યું નહીં, કેટલા લોકો ભૂખ્યા મરશે? ગયાં વર્ષની જેમ હું ફૂડ આપીશ, મેદી- નીતિશ કુમારને ખબર નથી પડતી.’ આ ઉપરાંત મહિલાએ કહ્યું, ‘હેલમેટને લાત મારો, કોરોનાને લીધે લૉકડાઉન લગાડ્યું છે. આ ચલણ કપાઈને મોદી અને નીતિશના પોકેટમાં જાય છે.’ જોકે, મહિલાએ પોલીસકર્મીઓને હકીકત જણાવી હતી કે, ‘તેની પટના સ્ટેશનથી ઘરે જવાનું છે, સ્ટેશન પહોંચવા માટે તે ટેક્સી શોધવા નીકળી હતી પણ, મળી નહોતી.’ આ પછી પોલીસે યુવતી પાસે દંડ લીધા વગર જવા દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here