બિહારમાં બની 16000 કિલોમીટર લાંબી માનવ સાંકળ, નવો વર્લ્ડ રેકોર્ડ

0
22

નવી દિલ્હી, તા.19 જાન્યુઆરી 2020, રવિવાર

બાળ વિવાહ અને દહેજ જેવા સામાજિક દુષણો સામે જન જાગૃતિ માટે બિહાર સરકારે જલ, જીવન અને હરિયાળી નામની યોજના લોન્ચ કરી છે. આજે આ યોજનાના ભાગરુપે બિહારમાં 16000 કિમી લાંબી માનવ સાંકળ બનાવવામાં આવતા નવો વિશ્વ વિક્રમ સર્જાયો હતો.સરકારના દાવા પ્રમાણે માનવ સાંકળ બનાવવામાં ચાર કરોડ લોકોએ ભાગ લીધો હતો.પટણા ખાતે આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા હતા.

 

આ પહેલા બિહારમાં નશાબંધી અભિયાનને સફળ બનાવવા માટે 11292 કિમી લાંબી માનવ સાંકળ બનાવવામાં આવી હતી.એ પછી 2018માં દહેજ પ્રથા અને બાળ વિવાહ સામે 13654 કિમી લાંબી માનવ સાંકળ બનાવાઈ હતી.હવે પોતાનો જ રેકોર્ડ બિહારે તોડી નાંખ્યો છે. આ વખતે માનવ સાંકળની ફોટોગ્રાફી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી છે.જેના ફોટોગ્રાફ ગિનિઝ બૂકને મોકલવામાં આવશે.