Saturday, September 25, 2021
Homeબિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પેગાસસ જાસુસી મામલે તપાસની માગણી કરી
Array

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પેગાસસ જાસુસી મામલે તપાસની માગણી કરી

પેગાસસ જાસુસી વિવાદ વકરતો જાય છે. હવે ખુદ ભાજપના જ સાથી પક્ષો આ સમગ્ર મામલાની તપાસની માગણી કરી રહ્યા છે. બિહારમાં એનડીએમાં સામેલ જદ(યુ)ના નેતા અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ હવે પેગાસસ જાસુસી મામલે તપાસની માગણી કરી છે.

અગાઉ નિતિશ કુમારે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે હવે તપાસની માગણી કરી નાખી છે. બિહારના મુખ્યમંત્રીને જ્યારે આ મામલે તપાસ થવી જોઇએ કે કેમ તેવો સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે તપાસ તો થવી જ જોઇએ. ટેલિફોન ટેપિંગની વાત ઘણા સમયથી ચર્ચામાં છે. એવામાં તેની તપાસ પણ થવી જ જોઇએ. સાથે તેના પર ચર્ચા પણ થવી જોઇએ.

નિતિશ કુમારે કહ્યું હતું કે જે પણ સત્ય હોય તે બહાર લાવવા માટે તપાસ થવી અતી જરૂરી છે. જેથી કોઇ પણ ભવિષ્યમાં કોઇ વ્યક્તિને પરેશાન કરવા માટે આ રીતે ફોન ટેપિંગ ન કરાવે. આ મામલે સંસદિય સમિતિ દ્વારા તપાસ થવી જોઇએ કે કેમ તે અંગે નિતિશ કુમારે કહ્યું કે આ સંસદનો આંતરીક મામલો છે પણ સરકાર દ્વારા આ મામલે જવાબ આપવામા આવ્યો છે.

નોંધનીય છે કે પેગાસસ સ્પાઇવેરના માધ્યમથી ભારતના અનેક મોટા રાજનેતાઓના ફોન ટેપિંગ કરાયાના અહેવાલો સામે આવ્યા હતા. આ મામલે સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિપક્ષ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માગણી કરી રહ્યો છે. એવામાં હવે તપાસની માગમાં નિતિશ કુમાર પણ જોડાઇ ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments