બિહારના શિક્ષણ મંત્રીનું રાજીનામુ : નીતીશ કેબિનેટના ત્રીજા ચૌધરી મેવાલાલે પદ છોડ્યું.

0
8

બિહારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ રાજીનામુ આપી દીધું છે. તેમણે ગુરુવારે જ પદભાર સંભાળ્યો હતો અને તેના ત્રણ કલાક પછી જ તેમણે રાજીનામુ આપી દીધુ છે. ચૌધરીએ નીતીશ કુમાર સાથે 10 નવેમ્બરે જ કેબીનેટ મંત્રીના શપથ લીધા હતા.

મેવાલાલ ચૌધરીને કેબીનેટમાં સામેલ કરવાનો નિર્ણય નીતીશ સરકાર માટે ખોટો ગણવામાં આવતો હતો. હકીકતમાં તો નવી સરકારમાં બે ચૌધરી તો નક્કી જ હતા- વિજય કુમાર ચૌધરી અને અશોક ચૌધરી. મેવાલાલ ચૌધરીનું નામ એટલે ચોંકાવનારુ હતું કારણકે 2010માં જ્યારે તેઓ એગ્રી કલ્ચર યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે તેમના પર ભરતી કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે પણ તેમને ખુરશી ગુમાવવી પડી હતી.

જોકે આજે પદભાર ગ્રહણ કરતી વખતે જ તેમણે કહ્યું હતું કે, તેમના પર કોઈ ચાર્જશીટ નથી અને જે લોકોએ તેમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે તેમને તેઓ 50 કરોડની માનહાનિની નોટીસ મોકલશે.

મેવાલાલે પક્ષપાતની વાત કબુલી

માનવામાં આવે છે કે, પટના હાઈકોર્ટના પૂર્વ જજ એસએમએમ આલમની તપાસ કમિટી સામે મેવાલાલે સ્વીકાર્યું હતું કે તેમણે નિમણૂકમાં પક્ષપાત કર્યો હતો અને તેમણે ઉમેદવારો માટે રિમાર્ક્સ, વાયવા અને એગ્રીરેટ કોલ જાતે ભરી હતી. આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે નેટમાં નપાસ થયેલા 30થી વધારે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી.

મેવાલાલની પત્નીની મોત મામલે નિવૃત્ત IPSએ સવાલ ઉભા કર્યા હતા

મેવાલાલની પત્નીનું 27 મે 2019માં મોત થયું હતું. VRS લઈ ચૂકેલા IPS અમિતાભ કુમાર દાસે DGP એસકે સિંઘલને પત્ર લખીને માંગણી કરી હતી કે મેવાલાલની પત્નીનું સળગીને મોત થવા મુદ્દે SIT તપાસ કરાવવી જોઈએ. ભાસ્કર ગ્રૂપને જ્યારે આ પત્ર મળ્યો ત્યારે અમે આ મુદ્દા સાથે જોડાયેલા પોલીસ અધિકારીને ફોન કરીને અમુક સવાલો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આ વિશે મેવાલાલના પીએને જાણ થઈ ગઈ હતી. પોલીસ અધિકારી સાથે વાત કર્યાના 22 મિનિટ પછી જ મેવાલાલના પીએનો ફોન CN24NEWSના રિપોર્ટર પર આવ્યો હતો અને પૂછ્યું હતું કે- મંત્રીજી વિશે કઈ ઈન્કવાયરી કરી રહ્યા હતા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here