બિહાર મહાગઠબંધનમાં બે ફાડ: શરદ યાદવની આગેવાનીમાં વિધાનસભા ચૂંટણી લડવાની માગ

0
15

પટના

બિહારમાં સત્તારૂઢ નીતીશ કુમારના નેતૃત્વવાળા એનડીએ વિરુદ્ધ મહાગઠબંધનમાં બે ફાડ પડી ગઈ છે. એકનું નેતૃત્વ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ કરી રહ્યા છે અને બીજા નેતાની નિમણૂક કરવાની હજી બાકી છે. શુક્રવારના રોજ શરદ યાદવે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા અને મુકેશ નિષાદ પણ હાજર રહ્યા હતા.

આ એક જૂથના નેતાઓએ શરદ યાદવના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડવાની પણ માગ કરી છે. હાલમાં એક વાત સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણી બાદ આરજેડીના નેતૃત્વથી વધારે મહત્વ ન મળવાના કારણે આ નેતાઓની પાસે હવે પોતાનો રસ્તો પોતાની જાતે શોધવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી વધ્યો.

આરજેડીનું કહેવું છે કે આ નેતાઓ સાથે વાતચીત એક સીમાથી વધારે વાત કરવી એટલા માટે શક્ય નથ કારણ કે, તમામ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર છે અને બેઠકોની સંખ્યાની માગ તેમની પાર્ટીમાં રહેલા નેતાઓ કરતા ઘણી વધારે છે. હાલમાં આરજેડી સુપ્રીમો તરફથી આ વાતનો કોઈ સંકેત મળ્યો નથી કે વિધાનસભા ચૂંટણીમાં આ લોકોને સાથે રાખવા છે કે નથી.

શુક્રવારના રોજ થયેલી બેઠક બાદ શરદ યાદવે સત્તાકીય જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેઓ લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરીને સમન્વય સમિતિ અને બેઠકોની વહેચણી વિશે ચર્ચા કરશે. શરદ યાદવ આજે શનિવારના રોજ રાંચીમાં લાલુ પ્રસાદ સાથે મુલકાત કરી શકે છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ બિહાર નેતૃત્વની આ બેઠકમાંથી પોતાને આ બધામાંથી દૂર રાખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here