બિહાર : લોક જનશક્તિ પાર્ટીમાં ભંગાણ બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાન અલગ-અલગ થઈ ગયા

0
0

કોરોના સંકટનો સામનો કરી રહેલા બિહારમાં એક પછી એક રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં ભંગાણ બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાન અલગ-અલગ થઈ ગયા છે. આ સંજોગોમાં વિપક્ષી પાર્ટીઓએ ચિરાગ પાસવાનને ઓફર આપવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ હોય કે પછી રાષ્ટ્રીય જનતા દળ, સૌ કોઈ ચિરાગને પોતાના સાથે જોડવાની વાત કરી રહ્યું છે.

હકીકતે ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસ તરફથી ઓફર મળી રહી છે કે, વર્તમાન સ્થિતિમાં તે એનડીએથી અલગ થાય અને વિપક્ષનું પલડું મજબૂત કરવા સાથે આવી જાય.

રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય ભાઈ બિરેન્દ્રના કહેવા પ્રમાણે બિહારની વર્તમાન રાજકીય પરિસ્થતિમાં ચિરાગ પાસવાન અને તેજસ્વી યાદવ એક સાથે હાથ મિલાવશે તે ખૂબ જ અનુકૂળ રહેશે. ભાઈ બિરેન્દ્રના મતે ચિરાગ પાસવાને તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનવા મદદ કરવી જોઈએ અને તેમણે પાર્ટીનું દિલ્હીનું રાજકારણ સંભાળવું જોઈએ.

રાષ્ટ્રીય જનતા દળ ઉપરાંત કોંગ્રેસે પણ ચિરાગ પાસવાનને ઓફર આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રેમચંદ મિશ્રાએ જણાવ્યું કે, વર્તમાન સ્થિતિમાં ચિરાગ કોંગ્રેસમાં સામેલ થઈ જાય અને વિપક્ષને મજબૂત બનાવે. ચિરાગ કોંગ્રેસ મહાગઠબંધનમાં જોડાય તે માટે આ સમય યોગ્ય છે. ભાજપ અને જેડીયુને તેમની રાજકીય ઔકાત બતાવીએ, જો ચિરાગ છે તો કોંગ્રેસ મજબૂત બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here