સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બિહાર પોલીસ : DGP ગુપ્તેશ્વરે કહ્યું- બિહારના મુખ્યમંત્રી પર કમેન્ટ કરવાની રિયા ચક્રવર્તીની હેસિયત નથી

0
7

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસની તપાસ સીબીઆઈ જ કરશે. સુપ્રીમ કોર્ટે બુધવારે આ ચુકાદો આપ્યો છે. આ અંગે બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયે કહ્યું કે આ ન્યાયની જીત છે. રિયા ચક્રવર્તીના પરિવારે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર કરેલી કમેન્ટ સંદર્ભે ડીજીપીએ કહ્યું કે તેમની કોઈ ઓકાત નથી કે નીતીશ અંગે કઈ બોલી શકે. નીતીશ કુમારના સપોર્ટના કારણે જ સુશાંતના પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે.

સુશાંત માટે દેશના 130 કરોડ લોકો લડી રહ્યાં છે
ડીજીપી પાંડેએ કહ્યું એ સાબિત થઈ ગયું કે બિહાર પોલીસ યોગ્ય કામ કરી રહી હતી. બિહાર પોલીસની તપાસ દરમિયાન મુંબઈ પોલીસે શું કર્યું, એ બધાએ જોયું. દેશના 130 કરોડ લોકો સુશાંતને ન્યાય અપાવવાની લડાઈ લડી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તમામ લોકો ખુશ છે.

ડીજીપીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લોકોના મનમાં આશા જાગી છે કે સુશાંત સિંહના મામલામાં ન્યાય મળશે. આ સમગ્ર દેશ માટે મોટી વાત છે. સમગ્ર દેશની સુપ્રીમ કોર્ટ પર નજર હતી. અમારી પર પણ આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે અમે કાયદાકીય રીતે બંધારણીય રીતે યોગ્ય કામ કર્યું નથી. કોર્ટના ચુકાદાથી બધુ સ્પષ્ટ થઈ ગયું છે.

સાબિત થયું કે બિહાર પોલીસ યોગ્ય કામ કરી રહી હતી

શિવસેના નેતા સંજય રાઉત તરફથી બિહાર સરકાર અને પોલીસની વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદન પર ડીજીપી પાંડેએ કહ્યું કે રાજકીય લોકોએ ટિપ્પણી ન કરવી જોઈએ. એ વાતની ખુશી છે કે અમે લોકોએ જે સ્ટેન્ડ લીધું તેને સુપ્રીમ કોર્ટને યોગ્ય સાબિત કરી દીધું. અમે લોકો સુશાંતને ન્યાય અપાવવા માટે કામ કર રહ્યાં હતા. લોકોની લોકશાહીમાં વિશ્વાસ અને આસ્થા વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here