બિહાર : લોક સમતા પાર્ટી અધ્યક્ષના અપમાનને લઈને બિહારમાં કંગના રનૌત વિરુદ્ધ બે કેસ ફાઈલ થયા

0
6

કંગનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. હવે તેના પર બિહારમાં વધુ બે કેસ ફાઈલ થયા છે. કંગના વિરુદ્ધ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા પરની વાંધાજનક કમેન્ટને લઈને પટના કોર્ટમાં ગુરુવારે કેસ ફાઈલ થયો હતો. આ કેસ પ્રદેશ મહાસચિવ વિનય કુશવાહાએ કર્યો છે. અગાઉ ગયામાં પણ કંગના પર આ જ મામલે કેસ ફાઈલ થયો હતો.

કંગનાની કમેન્ટ શરમજનક ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંગના રનૌતે 3 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તે અપમાનજનક કમેન્ટથી પાર્ટીના અધ્યક્ષના માન-સન્માનને ઠેસ પહોંચાડવાનું કામ થયું છે. આ ઘણું શરમજનક છે. આવી કમેન્ટ દેશ, સમાજ અને રાજકારણમાં ગંભીર ચિંતાનો વિષય છે. આ પોસ્ટને લઈને કંગના પર કેસ થયો છે, સાથે જ કંગના વિરુદ્ધ કાર્યવાહીનો આગ્રહ પણ કર્યો છે.

આ કેસ લીગલ સેલના પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ શ્યામ બિહારી સિંહે CJMની કોર્ટમાં ફાઈલ કર્યો હતો. આ સાથે જ ટ્વિટર ઇન્ડિયા પર પણ કેસ ફાઈલ થયો છે, જેમાં તેના પર IT એક્ટની ઘણી કલમ લગાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here