Saturday, September 18, 2021
Homeબિહારી ગુંડા : નગર પ્રશાસન મંત્રી અને ડીએમકે નેતા કે એન નહેરુએ...
Array

બિહારી ગુંડા : નગર પ્રશાસન મંત્રી અને ડીએમકે નેતા કે એન નહેરુએ બિહારના લોકો પર વંશીય ટિપ્પણી કરી

ટીએમસીની સાંસદ મહુવા મોઈત્રાએ બિહારના ભાજપના સાંસદ નિશિકાંત દુબેને બિહારી ગુંડા તરીકે સંબોધન કર્યુ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તામિલનાડુ સરકારના એક મંત્રીની જીભ પણ લપસી છે.

નગર પ્રશાસન મંત્રી અને ડીએમકે નેતા કે એન નહેરુએ બિહારના લોકો પર વંશીય ટિપ્પણી કરી છે. એવુ કહેવાય છે કે, મંત્રીએ બિહારના લોકોને તામિલનાડુના લોકો કરતા ઓછા હોશિયાર ગણાવ્યા છે અને સાથે આરોપ લગાવ્યો છે કે, બિહારના લોકો તામિલનાડુમાં આવીને સ્થાનિક લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે.

કે એ નહેરુએ આ નિવેદન 25 જુલાઈએ આપ્યુ હતુ. તે વખતે તેઓ એક રોજગાર કેમ્પને સંબોધન કરી રહ્યા હતા.તેમાં તેમણે કહ્યુ તુ કે, બિહાર અને યુપીના લોકો તામિલનાડુમાં તામિલોની નોકરી છીનવી રહ્યા છે. તેઓ તમિલ અને અંગ્રેજી ભાષા નહીં જાણવા છતા બેન્કો અને બીજી જગ્યાએ કામ કરી રહ્યા છે. બિહારના લોકો તામિલ લોકો કરતા ઓછો સમજદાર હોય છે.

તેમણે પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે, લાલુ પ્રસાદ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે તેમણે રેલવેમાં નીચેના સ્તરે બિહારના લોકો ભરી દીધા હતા. બિહારના ચાર હજાર લોકો તે સમયે ત્રિચી ખાતે આવેલા રેલવે વર્કશોપમાં કામ કરી રહ્યા હતા. રેલવેમાં સૌથી વધારે ગેટ કીપર બિહારના છે. આ બધુ લાલુ પ્રસાદ યાદવના કારણે છે. આ લોકો તામિલ જાણતા નથી. તેમની પાસે તામિલો જેવુ દિમાગ પણ નથી. આમ છતા તેઓ તામિલનાડુમાં કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments