સુરત : માતાજીનાં દર્શન કરી બારડોલીના કડોદ પરત ફરતાં માતા પુત્રીને બાઈકે અડફેટે લેતાં બાઈકચાલક અને કિશોરીનું મોત

0
17

સુરતઃ બારડોલી તાલુકાના કડોદ ખાતે નાગર ફળિયામાં રહેતા માતા પુત્રી સિંગોદ ભવાની માતાના મંદિરે દર્શન કરવા ગયા હતાં. પગપાળા દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે સિંગોદ ગામની સીમમાં મોટરસાઈકલ ચાલકે પૂરઝડપે આવી માતા પુત્રીને અડફેટેમાં લીધી હતી. જે અકસ્માતમાં કડોદની કિશોરી અને મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પગપાળા જઈ રહેલા માતા પુત્રીને અડફેટમાં લીધા

બારડોલી તાલુકાના કડોદ ગામે નાગર ફળિયામાં રહેતા મીનાબહેન જયેશભાઈ દેસાઈ અને તેમની પુત્રી જીયાબહેન જયેશભાઈ દેસાઈ (14) નાઓ નવરાત્રી હોવાથી સિંગોદ ગામે આવેલ ભવાની માતાના મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત કડોદ આવી રહ્યા હતાં ત્યારે સીંગોદ ગામની સીમમાં પલ્સર મોટરસાઈકલ ચાલક વિવેક ચેતનભાઈ હળપતિના (19) (રહે. સિંગોદ, બારડોલી)એ પોતાની મોટરસાઈકલ પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પગપાળા જઈ રહેલા માતા પુત્રીને અડફેટમાં લીધા હતા. જેમાં જીયા દેસાઈ અને વિવેક હળપતિનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું તેમજ મોટરસાઈકલ પર સવાર ઉમેશભાઈ ગુરજીભાઈ રાઠોડ (20) ગંભીર ઈજા થતા તેને સારવાર કડોદ દામોદર હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા હતાં. ઘટના અંગે કડોદ ઓપીના જમાદારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here