દહેગામ બાયડ રોડ ઉપર સાંપા ચોકડી પાસે અજાણ્યા આઈસર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી ગાડી લઈને ફરાર બાઈક ચાલક ગંભીર રીતે ઘવાતા દહેગામ સરકારી દવાખાને સારવાર હેઠળ
ગાંધીનગર જિલ્લા દહેગામ બાયડ રોડ સાંપા ચોકડી પાસે આજે સાંજે છ વાગે નાગજીના મુવાડાનો હરેશ અભાજી ઠાકોર પોતાનુ બાઈક જીજે-૧૮-સીસી-૩૨૫૪ લઈને જઈ રહ્યો હતો તેવા સમયે પુર ઝડપે કોઈ અજાણ્યા આઈસર ચાલકે આ બાઈક ચાલકને જોરદાર ટક્કર મારીને નાશી જવા પામ્યો હતો પરંતુ ઘટના સ્થળે લોકો ઉભા હોવાથી આ આઈસર ગાડીનો નંબર જીજે-૧૮-એવી-૬૫૦૯ નોધી લીધો છે અને આ બાઈક ચાલક ગંભીર રીતે ઘવાતા તાત્કાલિક તેને સારવાર માટે દહેગામ ખાતે આવેલ સરકારી દવાખાને દાખલ કરવામા આવ્યો છે. અને ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકો જોવા મળતા હતા. અને આ બાઈક ચાલક હાલમા દહેગામ સરકારી દવાખાને સારવાર હેઠળ હોવાથી તેનો ચમત્કારી બચાવ થઈ જવા પામ્યો છે.
- કોઈ અજાણ્યા આઈસરે બાઈક ચાલકને ટક્કર મારીને આઈસર ચાલક ભાગી ગયો
- આ સ્થળે મોટી સંખ્યામા લોકો હોવાથી બાઈક ચાલકને તાત્કાલિક દહેગામ સરકારી દવાખાને દાખલ કરતા ડોક્ટરની સારવાર મળતા તેનો બચાવ
- આ બાઈક ચાલક દહેગામ તાલુકાના નાગજીના મુવાડાનો હોવાની માહિતી સાંપડી છે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર