Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

વડોદરા શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પતિ સાથે ટુ-વ્હીલર પર જઇ રહેલી વૃદ્ધાના ગળામાંથી 40 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને 2 શખ્સ બાઇક પર ફરાર થઇ ગયા હતા. જેને પગલે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બે શખ્સો મહિલાનું મંગળસૂત્ર તોડીને સોમા તળાવ તરફ ભાગ્યા

વડોદરા શહેરના તરસાલી રોડ પર આવેલી અશોક વાટિકા સોસાયટીમાં રહેતા 60 વર્ષીય રમીલાબેન સોલંકી સંબંધીના ઘરેથી પરત પોતાના ઘરે જઇ રહ્યા હતા, ત્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સોમા તળાવ ખાતે ભારત પેટ્રોલ પંપ નજીકથી પસાર થતા હતા. તે વખતે અચાનક બાઇક સવાર બે શખ્સો તેમની નજીક ધસી આવ્યા હતા અને ચાલુ વાહને બાઇક પર પાછળ બેસેલા શખ્સે વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાનું મંગળસૂત્ર આંચકી લીધુ હતુ અને સોમા તળાવ ચાર રસ્તા તરફ નાસી છૂટ્યા હતા.

પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને વૃદ્ધાની ફરિયાદના આધારે બે અજાણ્યા બાઇક સવાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments