જૈવિક હથિયાર દેશ માટે સૌથી મોટો ખતરોઃ રાજનાથસિંઘ

0
0

રક્ષામંત્રી રાજનાથસિંઘે સેના અને તેની ચિકિત્સા શાખાઆેને સંબોધન કરતાં કહ્યું કે આતંકવાદ માટે જૈવિક હથિયારોનો ઉપયોગ હવે પછીનો નવો અને મોટો ખતરો બની ચૂક્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે તૈયાર રહેવું પડશે.
રાજનાથે શાંઘાઈ સહયોગ સંગઠન દેશોના પહેલા મિલિટ્રી મેડિસિન સંમેલનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે જૈવિક આતંકવાદની સમસ્યાના ઉકેલની ક્ષમતા વિકસિત કરવાની જરૂરિયાત છે. જૈવિક આતંકવાદ અત્યાર સુધી એક વાસ્તવિક ખતરો છે. તે ચેપી મહામારીની જેમ ફેલાય છે અને સશસ્ત્ર સેનાઆે તથા મેડિકલ સેવાઆેએ તેના ઉકેલ માટે આગળ આવીને મોરચો સંભાળવો પડશે.

રક્ષામંત્રીએ કહ્યું કે નવા અને બિનપરંપરાગત યુÙએ આ પડકારને વધુ જટિલ બનાવી દીધા છે. સશસ્ત્ર સેનાઆેની મેડિકલ સવિર્સ આ પડકારોની ભાળ મેળવવા અને તેનાથી સૈનિકોને બચાવવા તથા સૈનિકોના સ્વાસ્થ્ય પર પડનારા પ્રતિકુળ પ્રભાવને આેછો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
રક્ષામંત્રીએ કહ્યું કે પરમાણુ, રાસાયણિક અને જૈવિક હથિયારોને કારણે પણ સ્થિત નિરંતર જટિલ બની રહી છે. સશસ્ત્ર સેનાઆેના ચિકિત્સા સાથે જોડાયેલા નિષ્ણાત સંભવતઃ આ ખતરનાક પડકારોના ઉકેલ માટે સજ્જ છે. ઘાયલોની સારસંભાળ અને તેનો બચાવ મિલિટ્રી મેડિસીનનું મહત્ત્વપૂર્ણ પાસું છે. લડાઈ દરમિયાન ચિકિત્સા સુવિધા પૂરી કરાવનારી મેડિકલ સેવાઆેનું કામ છે કે તેની પાસે ગાયલોને ઝડપથી જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે સ્પષ્ટ, પ્રભાવશાળી અને યોગ્ય સારવારની વ્યવસ્થા હોવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here