BIRTHDAY સોનાક્ષી સિંહા : એક સમયે 90 કિલોની હતી , સલમાનના કહેવાથી પોતાનું વજન ઘટાડ્યું હતું.

0
40

મુંબઈઃ સોનાક્ષી સિંહા 32 વર્ષની થઈ ગઈ છે. 2 જૂન, 1987માં મુંબઈમાં જન્મેલી સોનાક્ષીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક્ટ્રેસ બનશે. 2010માં તેણે સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ્સમાં આવ્યા પહેલાં સોનાક્ષીનું વજન અંદાજે 90 કિલો જેટલું હતું. તેણે સલમાનના કહેવાથી પોતાનું વજન ઘટાડ્યું હતું.

સોનાક્ષીએ પોતાની કરિયરની શરૂઆત કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કરી હતી. તે એક્ટ્રેસ બનવા માગતી નહોતી પરંતુ સલમાન ખાનના કહેવાથી તેણે ફિલ્મ્સમાં કરિયર બનાવવાનો વિચાર કર્યો. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તે સલમાનની આભારી છે કે તેણે તેને વજન ઉતારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સલમાન ખાનના કહેવાથી જ તેણે પોતાના પર ધ્યાન આપ્યું અને વજન ઓછું કર્યું. ફિલ્મ્સમાં આવવા માટે સોનાક્ષીએ 30 કિલો વજન ઓછું કર્યું હતું.

સોનાક્ષીના મતે, વજન ઉતારવું તેના માટે બિલકુલ સરળ નહોતું. તેને જીમ જવું પસંદ નહોતું. તેને જીમથી એલર્જી હતી. જોકે, જો તે એકવાર કંઈક કરવાનું નક્કી કરી લે તો તેને મેળવીને જ રહે છે.

જીમ જોઈન કર્યાં બાદ ક્યારેય વજન માપ્યું નથી

સોનાક્ષીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વર્કઆઉટ તથા જીમ ગયા બાદ તેણે ક્યારેય પોતાનું વજન ચેક કર્યું નથી. તેને ધીમે-ધીમે અહેસાસ થવા લાગ્યો હતો કે તે ફિટ થઈ રહી છે. તેણે વજન ઓછું કરવા માટે શાહિદ કપૂરનો ટ્રેનર હાયર કર્યો હતો. તેણે કાર્ડિયો, સાઈકલિંગ, સ્વિમિંગ, ટેનિસ તથા હોટ યોગાથી વજન ઉતાર્યું હતું.

‘મેરા દિલ લેકે દેખો’ની કોસ્ચ્યુમ ડિઝાઈનર હતી

સોનાક્ષીએ મુંબઈની આર્ય વિદ્યા મંદિરમાંથી પોતાનો સ્કૂલનો અભ્યાસ કર્યો છે. એસએનડીટી યુનિવર્સિટીમાંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે. 2006માં આવેલી ફિલ્મ ‘મેરા દિલ લેકે દેખો’માં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2008થી 2009ની વચ્ચે તે લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

આ ફિલ્મ્સમાં કામ કર્યું

‘દબંગ’ સિવાય સોનાક્ષીએ ‘રાઉડી રાઠોર’, ‘સન ઓફ સરદાર’, ‘દબંગ 2’, ‘લુંટેરા’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’, ‘બુલેટ રાજા’ ‘હોલિડે’, ‘આર રાજકુમાર’, ‘એક્શન જેક્સન’, ‘તેવર’, ‘હેપી ફિર ભાગ જાયેંગી’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. ‘યમલા પગલા દિવાના ફિર સે’, ‘રેસ 3’, ‘ટોટલ ધમાલ’માં ખાસ રોલ કર્યો છે. સોનાક્ષી ‘દબંગ 3’માં સલમાન ખાન સાથે જોવા મળશે. આ સિવાય અક્ષય કુમારની ‘મિશન મંગલ’માં કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here