Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : પોલીસની હાજરીમાં જ જાહેર રસ્તા પર જન્મ દિવસની ઉજવણી, પોલીસ...
Array

સુરત : પોલીસની હાજરીમાં જ જાહેર રસ્તા પર જન્મ દિવસની ઉજવણી, પોલીસ જવાનોએ કેક પણ ખવડાવી!

જેમના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે લોકો જ જો નિયમોને નેવે મૂકે તો? સુરત શહેરમાં કંઈક આવો જ બનાવ સામે આવ્યો છે. શહેરના અડાજણ વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. અહીં જાહેરમાં જ પોલીસની હાજરીમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાહેરમાં પોલીસ કર્મચારીની હાજરીમાં જન્મ દિવસની કેક કાપનાર બર્થ ડે બોય જાગૃત નાગરિકના કેમેરામાં કેદ થઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સુરતમાં કોરોના કાળમાં આવો બનાવ બન્યો હોય. આ પહેલા પણ પોલીસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવા બદલ જે તે વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

ઉજવણી દરમિયાન પોલીસ જવાન સહિતનાએ માસ્ક પણ પહેર્યું ન હતું
(ઉજવણી દરમિયાન પોલીસ જવાન સહિતનાએ માસ્ક પણ પહેર્યું ન હતું)

 

પોલીસ કમિશનરના જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ખુદ પોલીસ જ નિયોમોનું પાલન નથી કરી રહી. અડાજણ વિસ્તારના વીડિયોમાં જોઈ શકાય છે કે રાત્રે જાહેર રોડ પર જ જન્મ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય છે. આ કાર્યક્રમમાં પોલીસ પણ હાજર રહે છે. આ દરમિયાન ચાકુથી કેક કાપવામાં આવે છે. આ દરમિયાન એવી તસવીરો પણ સામે આવી છે જેમાં પોલીસ જવાનો કેક ખવડાવી રહ્યા છે.એક રીતે જોઈએ તો પોલીસ કમિશનરના જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે.

બર્થડેની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરાયો
(બર્થડેની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરાયો)

 

સોશિયલ ડિસ્ટન્સ તો દૂર પોલીસ જવાનોએ પણ માસ્ક નથી પહેર્યું

તમામ લોકો જાહેરમાં જન્મ દિવસ ઉજવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કોઈએ માસ્ક પણ નથી પહેર્યું. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નથી કરવામાં આવ્યું. પોલીસ જવાનોએ પણ માસ્ક નથી પહેર્યું. ખુદ પોલીસ નિયમ ભંગ કરી રહી છે ત્યારે તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે પણ અહીં મોટો સવાલ છે. આ વીડિયો વહેતો થતાં જ એવી ચર્ચા જાગી છે કે સામાન્ય જનતાને મોટા દંડ અને જો નિયમ ભંગ કરે તે ડંડા ફટકારતી પોલીસે હવે તેમના જ જવાનો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.

સુરતમાં કોરોનાના કેસમાં વધારો
સુરત જિલ્લામાં કોરોના અંગે વાત કરવામાં આવે તો શહેરમાં પરપ્રાંતીય મજૂરો પરત આવતા અને ગણેશ ઉત્સવ બાદ પોઝિટિવ કેસમાં એકાએક વધારો થયો છે. સુરત જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23,611 પર પહોંચી ગઈ છે. જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધી 855 લોકોનાં મોત થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments