બર્થ ડે : બોલિવૂડની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસ કાજોલનો જન્મ દિવસ છે

0
4

બોલિવૂડની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસ કાજોલ તેના હસમુખા સ્વભાવ માટે જાણીતી છે. આજે કાજોલનો જન્મ દિવસ છે. 1974ની પાંચમી ઓગસ્ટે તેનો જન્મ થયો હતો. આમ આજે તેણે જીવનના 46 વર્ષ પૂરા કર્યા છે. કાજોલે તેની કરિયરમાં ઘણી ઓછી પરંતુ ઉમદા ફિલ્મો કરી છે. કાજોલની એવી ઘણી ઓછી ફિલ્મો છે ફિલ્મ હશે જે ફલોપ રહી હોય. તેની કરિયર શિખર પર હતી ત્યારે જ તેણે અજય દેવગણ સાથે લગ્ન કરી લીધા હતા.

એ સમયે એમ કહેવાતું હતું કે આ જોડીનો કોઈ મેળાપ લાગતો નથી અને આ સંબંધ લાંબો સમય ટકવાના નથી. એક તરફ કાજોલ રહી એકદમ બેફામ, તેજ અને આખાબોલી તો બીજી તરફ અજય દેવગણ રિઝર્વ પ્રકારનો માણસ છે. આ જોડી ટકવાની નથી તેવી અટકળો થતી હતી.

બંનેના મિજાજ અને લાઇફસ્ટાઇલ બિલકુલ અલગ જ હતા. પરંતુ બંનેએ આ તમામ અટકળો પર પાણી ફેરવી દીધું હતું. આજે બોલિવૂડમાં આ જોડીને આદર્શ માનવામાં આવે છે.

કાજોલના જન્મ દિવસે એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે કે કેવી રીતે બંનેની પહેલી મુલાકાત થઈ હતી. આ અંગે કાજોલે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.

આ અંગે કાજોલે લખ્યું છે કે વર્ષો અગાઉ ફિલ્મ હલચલના સેટ પર અમે મળ્યા હતા. હું શૂટિંગ માટે તૈયાર હતી અને મેં પૂછ્યું કે હિરો ક્યાં છે?

કોઈએ ઇશારો કર્યો કે તેઓ એક ખૂણામાં બેઠા છે. મેં તેમના વિશે માહિતી એકત્રિત કરી અને પછી તેમને મળી. દસ મિનિટ સુધી મેં તેના વિશે જ વાત કરી. ધીમે ધીમે સેટ પર પણ વાતો કરવા લાગ્યા અને અમે મિત્રો બની ગયા.

ખાસ વાત તો એ છે કે તે વખતે કાજોલ કોઈને ડેટ કરી રહી હતી. એ વખતે મારા બોયફ્રેન્ડની ફરિયાદ પણ અજયને કરી હતી અને પછી તે બોયફ્રેન્ડ સાથે મારો બ્રેકઅપ થઈ ગયો હતો.

અજય અને કાજોલે ચારેક વર્ષ સુધી ડેટિંગ કર્યું અને પછી લગ્નનો નિર્ણય લીધો. અજયના માતા પિતા તો ખુશ હતા પરંતુ કાજોલના પિતા તૈયાર ન હતા. તેમનું માનવું હતું કે કાજોલ તેની કારકિર્દીના શિખરે છે અને તેણે હાલના તબક્કે લગ્ન કરવા જોઇએ નહીં. લગ્નના ચાર દિવસ બાકી હતા ત્યાં સુધી તેમણે કાજોલ સાથે વાત પણ કરી ન હતી.

અજય અને કાજોલે તેમના ઘરે જ લગ્ન કર્યા પરંતુ મીડિયાને ખોટું સરનામું આપી દીધું હતું. આજે અજય અને કાજોલને યુગ નામનો પુત્ર અને ન્યાસા નામની પુત્રી છે.