Tuesday, April 23, 2024
Homeધોનીની સાથે કોલકત્તા એરપોર્ટ પર થઈ અજીબ ઘટના, એરલાઈન્સે માફી માગી ભૂલ...
Array

ધોનીની સાથે કોલકત્તા એરપોર્ટ પર થઈ અજીબ ઘટના, એરલાઈન્સે માફી માગી ભૂલ સુધારવી પડી

- Advertisement -

કોલકત્તા એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને એક અજીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોલકત્તાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે ધોનીનો સામાન કોઈ બીજી વ્યક્તિએ ઉપાડી લીધો.

ધોનીનો એક જેવો સામાન હોવાથી પેસેન્જર તેનો સમજી ઉઠાવીને લઈ ગયો. પાછળથી ખબર પડી કે આ સામાન તો તેનો છે જ નહી. સૂત્રોનું માનીએ તો ધોનીનો સામાન એરલાઈનના કર્મચારીએ ભૂલથી કોઈ બીજી વ્યક્તિને આપી દીધો. કથિત રીતે ધોની નવી દિલ્હીથી કોલકત્તા માટે રવાના થયો. દિલ્હી એરપોર્ટથી ઉડાન ભર્યા પછી ધોની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેના સામાનની અદલા બદલીની જાણકારી મળી હતી.

એરલાઈન્સને જ્યારે આ ઘટનાની જાણકારી થઈ ત્યારે તાત્કાલીક માફી માંગી લીધી. ધોની જેવા ધોનીનો સામાન જો બદલાઈ જાય તો સમજો કેટલી હદે ત્યાંનુ મેનેજમેન્ટ ખરાબ હશે તેમ કહી શકાય. જો કે કંપનીએ તાત્કાલીક માહિતી મળતાની સાથે જ બીજા પેસેન્જરને કહ્યુ કે ભાઈ તમારો સામાન ભૂલથી ધોની પાસે પહોંચ્યો છે અને ધોનીનો સામાન તમારી પાસે છે. કંપનીએ કબુલ્યુ કે તેના કર્મચારીની મિસમેનેજમેન્ટના કારણે મુસાફરોને આવી તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. કેમકે સામાન બદલાઈ જવા એ ખુબજ ખરાબ મેનેજમેન્ટ કહી શકાય.

પેસેન્જરને જ્યારે સમગ્ર મામલાની જાણ થઈ બીચારો આવી વિચિત્ર ઘટના તેની સાથે કેમ થઈ તેમ વિચારતો થઈ ગયો હશે. ધોનીનો સામાન તો ક્યારનોય એરપોર્ટ પરથી આગળ નીકળી ચુક્યો હતો. મુસાફરે તેનો સામાન પરત આપ્યો અને ધોની પાસેથી સામાન મેળવી લીધો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular