Wednesday, September 22, 2021
HomeBJPની યાદીમાં રવિશંકર,શાહનવાઝ પર સસ્પેન્સ, શત્રુઘ્ન સિંહા મામલે લેવાયો આ નિર્ણય
Array

BJPની યાદીમાં રવિશંકર,શાહનવાઝ પર સસ્પેન્સ, શત્રુઘ્ન સિંહા મામલે લેવાયો આ નિર્ણય

ગઈ કાલે સાંજે દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતીની મેરેથોન બેઠક મળી હતી. અંદાજીત આઠ કલાક ચાલેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતાં. યુપી સહિત અનેક રાજ્યમાં ઉમેદવારોને લઇને મનોમંથન કરવામાં આવ્યું હતું. જો કે ચોંકાવનારા સમાચાર એ છે કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં શાહનવાઝ હુસેનને ટિકીટ ન આપવાનો નિર્ણય કરાયો છે.

PM મોદીનાં વડપણ હેઠળ મેરેથોન બેઠક

રાજધાની દિલ્હીમાં બીજેપી હેડ ક્વાર્ટરમાં 8 કલાક લાંબી મિટીંગ ચાલી હતી. સાંજે 6-30 વાગ્યે શરૂ થયેલી આ બેઠક રાત્રે 2-20 વાગ્યે પુરી થઇ હતી. પીએમ મોદી સમગ્ર બેઠક દરમિયાન એક–એક નામને ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા. તેમજ પાર્ટી નેતાઓ સાથે પરામર્શ કરીને નિર્ણય લેતા રહ્યા.

શોર્ટગનનું પત્તુ કપાયું

મધરાત્રી સુધી ચાલેલી આ બેઠકમાં પાર્ટી સો ઉમેદવારોનાં નામની જાહેરાત કરશે તેવી શક્યતા હતી. જો કે તેવું થયું નહિં પરંતુ જે નામ પર સહમતી સધાઇ છે તેમાં  કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદને બિહારની પટના સાહિબથી ટીકીટ ફાળવવામાં આવી છે. 2014ની ચૂંટણીમાં શત્રુઘ્ન સિન્હા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. જો કે શોટગનનાં બાગી તેવરને કારણે તેમની ટીકીટ કાપવામાં આવી છે.

કોણ ક્યાંથી લડશે ચૂંટણી?

ગિરીરરાજસિંહને યુપીનાં બેગુસરાયથી ઉમેદવાર બનાવ્યા છે. આર કે સિંહ આરાથી ચૂંટણી લડશે. કેન્દ્રનાં કૃષિ પ્રધાન રાધામોહન સિંહની  સીટ પણ યથાવત છે. રાજીવ પ્રતાપ રૂડી છાપરા સીટથી ચૂંટણી લડશે. બિહારની પશ્ચિમી ચંપારણ્યથી સંજય જયસ્વાલને ટિકીટ આપવામાં આવી છે.રાજીવ પ્રતાપ રૂડી છપરા બેઠકથી ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. કિરીટ સોમૈયાને ફરીથી મુંબઇ નોર્થ ઇસ્ટથી રિપીટ કરવામાં આવ્યાં છે. કેન્દ્રનાં પ્રધાન અને સંઘનાં ખાસ વિશ્વાસુ નિતીન ગડકરીને આરએસએસ મુખ્યાલય નાગપુરથી ટિકીટ આપવામાં આવી છે. પૂનમ મહાજન મુંબઇ નોર્થ સેન્ટ્રથી ચૂંટણી લડશે.

પક્ષ પ્રવક્તા માટે નિરાશાજનક સમાચાર

નિરાશાજનક સમાચાર એ છે કે ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસેન ચૂંટણી નહિ લડે. અત્યાર સુધી બિહાની ભાગલપુરથી શાહનવાઝ હુસેન ચૂંટણી લડતા આવ્યાં છે. જો  કે આ વખતે પાર્ટીએ શાહનવાઝને ચૂંટણી નહિં લડાવવાનો નિર્ણય કર્યો છે.

ગત સાંજથી શરૂ થયેલી મોડી રાત્રે પુર્ણ થયેલી આ બેઠકમાં ત્રિપુરા,ઓરિસ્સા,પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા,આંધ્ર પ્રદેશ,ઉત્તરાખંડ,જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં ઉમેદવારોનાં નામને લઇને લંબાણપૂર્વક ચર્ચા ચાલી હતી. ખાસ કરીને જે લોકસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં 11એપ્રિલે મતદાન થવાનું છે તેવી સીટો માટે ચર્ચા હાથ ધરાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments