Wednesday, December 8, 2021
HomeBJPની વેબસાઈટ હેક, PM મોદી પર બનેલા મીમ નાખવામાં આવ્યા, કોંગ્રેસે કર્યા...
Array

BJPની વેબસાઈટ હેક, PM મોદી પર બનેલા મીમ નાખવામાં આવ્યા, કોંગ્રેસે કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ સત્તાધારી પક્ષ ભાજપની વેબસાઈટ મંગળવારે સવારે હેક થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર સતત લોકોએ આ અંગેની વાત રિપોર્ટ કરી. ભાજપની વેબસાઈટ bjp.orgને જ્યારે ખોલવાનો પ્રયાસ કરવામાં આવે છે તો તે હાલ પણ ડાઉન જ છે.

ટ્વિટર પર કેટલાંક સ્ક્રીનશોટ મુજબ ભાજપની વેબસાઈટને હેક કરીને વડાપ્રધાન મોદીની કેટલીક તસવીરો જાહેર કરવામાં આવી છે. તેમાં તેઓ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલની સાથે જોવા મળે છે તો કેટલાંક આપત્તિજનક શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. જો કે ભાજપે આ વેબસાઈટ હેક કરવામાં આવી તે અંગે કોઈ જ નિવેદન આપ્યું નથી.

 

ભાજપની વેબસાઈટ દેશની સૌથી વ્યસ્ત વેબસાઈટમાંથી એક છે. ભાજપની આધિકારિક વેબસાઈટ પર પાર્ટીનો ઈતિહાસ, પાર્ટીના નેતાઓ, રાજ્ય સરકારો, પાર્ટીના કાર્યક્રમો અંગે જાણકારી આપવામાં આવી છે.

કોંગ્રેસે કહ્યું- આ નથી જોયું તો કશું નથી જોયું

કોંગ્રેસ પાર્ટીના આઈટી સેલ પ્રમુખ દિવ્યા સ્પંદનાએ આ વિશે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે, ભાઈઓ અને બહેનો જો તમે અત્યારે બીજેપીની વેબસાઈટ નથી જોઈ તો તમે ખરેખર કંઈક મિસ કરી રહ્યા છો.

https://twitter.com/divyaspandana/status/1102811944619266048

તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ દેશની ઘણી ખાસ વ્યક્તિઓની વેબસાઈટ હેક થઈ ચૂકી છે. થોડા સમય પહેલાં અમુક અભિનેતાઓ, નેતાઓ અને પત્રકારોના પણ ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા. થોડા દિવસ પહેલાં અનુપમ ખેર, કોંગ્રેસ, રાહુલ ગાંધી, અભિષેક બચ્ચન સહિત ઘણાં લોકોના ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments