Monday, October 18, 2021
HomeBJPને વધુ એક ઝટકો? સહયોગી દળે કહ્યું NDAથી અલગ થવા યોગ્ય સમયની...
Array

BJPને વધુ એક ઝટકો? સહયોગી દળે કહ્યું NDAથી અલગ થવા યોગ્ય સમયની રાહ

શિલોંગ: ભાજપે 2014ની લોકસભા ચૂંટણી સમયે સારા દિવસો લાવવાનો વાયદો કર્યો હતો પરંતુ અત્યારે તેમના જ દિવસો સારા ન ચાલતા હોય તેવું લાગે છે. સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષનું એક મહાગઠબંધન ઉભુ થઈ રહ્યું છે ત્યારે હવે અમુક રાજ્યોમાં ભાજપના સહયોગી દળ પણ તેમનો સાથ છોડવાની તૈયારી કરી રહ્યું છે. મેઘાલયના મુખ્યમંત્રી અને નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરાડ સંગમા તરફથી આ વિશે ઈશારો આપવામાં આવ્યો છે.

વિવાદિત નાગરિક સંશોધન બિલ 2016 વિશે ઘણાં સહયોગી દળ ભાજપ સાથે ગઠબંધન તોડવાની વાત કરી ચૂક્યા છે. આ વિશે જ્યારે કોનરાડ સંગમાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર બિલને રાજ્યસભામાં લઈને આવશે તો અમે એક યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશું.

NPP કેમ BJPથી નારાજ?
  • એનપીપી મણિપુર અને અરુણચાલ પ્રદેશમાં ભાજપ નેતૃત્વવાળી સરકારનું સમર્થન કરી રહી છે. જ્યારે એનપીપી નેતૃત્વવાળા મેઘાલયમાં ડેમોક્રેટિક ગઠબંધન સરકારને ભાજપ સમર્થન આપી રહી છે. ઉત્તર-પૂર્વની અન્ય પાર્ટીઓમાં સંગમાએ ઘણાં દળ પાસે સમર્થનની માંગણી કરી છે કે, જો આ બિલ રાજ્યસભામાં લાવવામાં આવે તો તેના વિરોધમાં વોટિંગ કરવામાં આવે. આઠ જાન્યુઆરીએ લોકસભામાં પહેલેથી જ પાસ થઈ ગયેલા આ બિલમાં બાંગલાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છ નોન મુસ્લિમ અલ્પસંખ્યક સમુદાયોના શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.
  • મુખ્યમંત્રી સંગમાએ કહ્યું, અમે દિલ્હીમાં નેતાઓ સાથે મુલાકાત કરીને તેમની પાસે સમર્થન માંગ્યું છે કે, જો આ બિલ રાજ્યસભામાં લાવવામાં આવે તો તેના વિરોધમાં વોટિંગ કરવું. અમે લોકો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના નેતાઓના સંપર્કમાં છીએ. એનપીપી અને અન્ય ઘણી પાર્ટી આ બિલના વિરોધમાં છે. કારણકે આ બિલથી રાજ્યની જનસંખ્યા બગડી જશે.
  • નોંધનીય છે કે, પૂર્વોત્તરની 11 રાજકીય પાર્ટીઓ નાગરિક સંશોધન બિલ 2016ના વિરુદ્ધ એકજૂથ થયા છે અને કેન્દ્ર સરકારને આ બિલ રદ કરવાની માંગણી કરી છે. સિક્કિમને બાદ કરતાં અન્ય સાત પૂર્વોત્તર રાજ્યોની પાર્ટીઓએ બે દિવસના સંમેલનમાં ભાગ લીધો હતો અને એકમત થઈને તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. સંમેલનના સંયોજક મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે, આ પાર્ટીઓ આ બિલને રદ કરવાની માગણી સાથે એક પ્રતિનિધિમંડળને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત માટે મોકલશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments