‘BJPને વોટ ન આપો, સત્તાથી બહાર કરો’- ફિલ્મી જગત સહીત આ 600 હસ્તીઓએ કરી અપીલ

0
26

બોલિવુડ એક્ટર નસીરૂદ્દીન શાહ સમેત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલા 600થી વધુ હસ્તીઓએ બીજેપીને વોટ ન આપવાની અપીલ કરી છે. દરેક હસ્તીઓએ એક પત્ર લખીને લોકોને કહ્યું છે કે, ‘વોટ આપીને બીજેપી અને તેમના સહયોગિઓને સત્તાથી બહાર કરો.’ આવી અપીલ કરવા વાળામાં અમોલ પાલેકર, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમકે રૈના અને ઉષા ગાંગુલી જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક હસ્તીઓએ ભારપૂર્વક કહ્યું કે ભારતની તરફ તેના સંવિધાનની કંલ્પના ખતરામાં છે. બીજેપીને વોટ ન કરો. આ પત્ર ગુરુવારે જાહેર કરવામાં આવ્યો. આને 12 ભાષાઓમાં તૈયાર કરીને આર્ટિસ્ટ યુનાઈટ ઈન્ડિયા વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે.

બીજુ શું છે પત્રમાં?

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘આવતી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસમાં સૌથી વધુ ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય ખતરામાં છે. આપણું ન્યાય બંધારણ ખતરામાં છે. સરકારે એ સંસ્થાઓનું ગળું દબાવી દીધું છે જ્યાં તર્ક, બહેસ અને અસહમતીનો વિકાસ થાય છે. કોઈ લોકતંત્રને સૌથી કમજોર અને સૌથી અધિક વંચિત લોકોને સશક્ત બનાવવું જોઈએ. ’

‘કોઈ લોકતંત્ર સવાલ વગર, બહેસ અને સજાગ વિપક્ષ વગર કામ નથી કરી શકતું. આ દરેકને હાલની સરકારે પરી તાકાત લગાવીને કચડી નાખ્યું છે. દરેક બીજેપીને સત્તાથી બહાર કરવા માટે વોટ કરે. સંવિધાનનું સંરક્ષણ કરો અને કટ્ટરતા ધૃણા અને નિષ્ઠુરતાને સત્તાથી બહાર કરો.’

આ પત્ર પર શાંતા ગોખલે, મહેશ અલકુંચેવાર, મહેશ દત્તાની, અરુંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મજુમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે અને અનુરાગ કશ્યપના હસ્તાક્ષર છે.

ફિલ્મમેકર્સે પણ કરી હતી અપીલ

તમને જણાવી દઈએ કે આ પહેલા 100થી વધુ ફિલ્મ મેકર્સે આગામી લોકસભા ચૂંટણી વખતે બીજેપીને વોટ ન આપવાની અપીલ આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, અપીલ કરવા વાળા ફિલ્મ નિર્માતાઓની લિસ્ટમાં મલયાલમ નિર્દેશક આશિક અબુ, આનંદ પટવર્ધન, સુદેવન, દીપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને પ્રવીણ મોરછલે જેવા ફિલ્મ મેકર્સ સામેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here