Monday, December 5, 2022
HomeદેશBJPમાં માણસાઈ બચી નથી, બીમાર માણસની સારવારની મજાક ઉડાવી: સિસોદિયા

BJPમાં માણસાઈ બચી નથી, બીમાર માણસની સારવારની મજાક ઉડાવી: સિસોદિયા

- Advertisement -

દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો તિહાડ જેલની અંદરનો મસાજનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપ કેજરીવાલ સરકાર પર નિશાન સાધી રહી છે. ભાજપે પૂછ્યુ કે આ મામલે અરવિંદ કેજરીવાલ ચૂપ કેમ છે. આ સાથે જ સત્યેન્દ્ર જૈનને કેબિનેટ મંત્રીના પદ પરથી હટાવવાની માગ પણ કરી છે. ભાજપના આ આરોપોનો જવાબ આપતા દિલ્હી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ કે ભાજપ બીમારીની સારવારની મજાક ઉડાવી રહી છે.

ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યુ કે AAP હવે SPA એટલે સપા મસાજ પાર્ટી બની ગઈ છે. આમ આદમી પાર્ટી, બદનામ દામ પાર્ટી બની ગઈ છે. અરવિંદ કેજરીવાલ આ મામલે ચૂપ કેમ છે. ભાટિયાએ સીએમ કેજરીવાલને પૂછ્યુ કે મહાઠગ કોણ છે અને કોના ઈશારે ઠગી થાય છે? ભાટિયાએ કેજરીવાલને પૂછ્યુ કે સત્યેન્દ્ર જૈનને કટ્ટર ઈમાનદારનુ સર્ટિફિકેટ કેવી રીતે આપી દીધુ. તમારા કટ્ટર ઈમાનદાર જેલમાં મસાજ લઈ રહ્યા છે. આ કટ્ટર ઠગને દિલ્હીના મંત્રી પદ પરથી કેમ હટાવવામાં આવ્યા નથી. અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી પોતાને કાયદાથી ઉપર સમજે છે જો અરવિંદ કેજરીવાલમાં હિંમત હોય તો જણાવો, ક્યાં છુપાયા છો.

ભાજપ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ કે સત્યેન્દ્ર જૈનને ખોટા કેસમાં જેલમાં બંધ કરવામાં આવ્યા છે. ભાજપ બીમારીની સારવારની મજાક ઉડાવી રહી છે. દેશના વડાપ્રધાન પણ બીમાર પડી શકે છે. તેમને પણ સારવારની જરૂર પડી શકે છે પરંતુ વીડિયો જાહેર કરવો ખરાબ હરકત છે. સત્યેન્દ્ર જૈન 6 મહિનાથી જેલમાં કેદ છે. તેમને ત્યાં પડી જવાથી ઈજા પહોંચી છે. કરોડરજ્જુના હાડકા ડેમેજ છે. જૈનની બે સર્જરી પણ થઈ છે. સત્યેન્દ્ર જૈનને ડોક્ટરે ફિઝિયોની સલાહ પણ આપી હતી. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે તે સત્યેન્દ્ર જૈનનો વીડિયો બતાવીને મજાક બનાવી રહ્યા છે કેમકે તે ગુજરાત અને એમસીડી ચૂંટણી હારી રહ્યા છે. ભાજપની અંદર કોઈ માણસાઈ વધી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular