Friday, March 29, 2024
HomeBJPનો કટાક્ષ : શિવસેના હવે 'સોનિયા-સેના' અને સામના થયું 'સોનિયા-પત્ર'
Array

BJPનો કટાક્ષ : શિવસેના હવે ‘સોનિયા-સેના’ અને સામના થયું ‘સોનિયા-પત્ર’

- Advertisement -

નવી દિલ્હી : મહારાષ્ટ્ર માં શિવસેના , એનસીપી  અને કૉંગ્રેસ  ગઠબંધનની સરકાર પર બીજેપીએ નિશાન સાધ્યું છે. બીજેપીના રાજ્યસભા સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ એ કહ્યુ છે કે હવે શિવસેનાને કૉંગ્રેસ સાથે હાથ મેળવ્યા બાદ પોતાનું નામ બદલીને ‘સોનિયા-સેના’ રાખી દેવું જોઈએ. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યુ કે, શિવસેનાને પોતાના મુખપત્ર સામનાનું નામ પણ બદલીને ‘સોનિયા પત્ર’ કરી દેવું જોઈએ.

જીવીએલ નરસિમ્હા રાવે કહ્યુ, ‘પોતાની સહયોગી પાર્ટીને છેતરીને અને એવી પાર્ટી સાથે મળી જે શિવસેનાએ કર્યું છે તે ઠીક નથી. શિવસેનાની વિચારધારા કૉંગ્રેસ સાથે મેળ નથી ખાતી. આ કારણ છે કે રાહુલ ગાંધી  તેમને ભેટવાથી બચી રહ્યા છે. શું રાહુલ ડરેલા છે કે ઉદ્ધવ ઠાકરેને ભેટવું ગળે લટકવા સમાન છે. હવે દિલ્હીથી કૉંગ્રેસ પરિવાર ઠાકરે પર હુકમો ચલાવશે. શિવસેનાએ કૉંગ્રેસ સાથે હાથ મેળવ્યા બાદ પોતાનું નામ બદલીને ‘સોનિયા સેના’ કરી દેવું જોઈએ. સાથોસાથ શિવસેનાને પોતાના મુખપત્ર સામનાનું નામ પણ બદલીને સોનિયા પત્ર કરી દેવું જોઈએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular