Sunday, September 19, 2021
HomeBJP એ પ્રથમ યાદી જાહેર કરતાં જ સ્મૃતિ ઇરાની સાથે કર્યુ કંઇક...
Array

BJP એ પ્રથમ યાદી જાહેર કરતાં જ સ્મૃતિ ઇરાની સાથે કર્યુ કંઇક એવું જે કોઇએ વિચાર્યુ પણ નહી હોય

ભાજપે લોકસભાની ચૂંટણીની યાદી જાહેર કરી. તેમાં 184 નામ હતા. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ આ રાજ્યોની બેઠકો છે. લિસ્ટમાં કોઇપણ ઉમેદવારના નામની આગળ તેમના ધર્મનો ઉલ્લેખ નથી. પરંતુ સ્મૃતિ ઇરાનીના નામની આગળ કૌંસમાં ‘પારસી’ લખવામાં આવ્યું છે. તેવામાં સવાલ એ છે કે પાર્ટીને સ્મૃતિ ઇરાનીના ધર્મનો ઉલ્લેખ કરવાની શુ જરૂરિયાત ઉભી થઇ?

આ યાદી 21 માર્ચે જાહેર કરવામાં આવી હતી. તેમાં 29માં નંબરે સ્મૃતિનું નામ છે. તે અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

લિસ્ટમાં તેમના સિવાય 183 અન્ય નામ પણ છે. કોઇ હિન્દુ છે તો કોઇ મુસ્લિમ, પરંતુ કોઇના ધર્મનો ઉલ્લેખ નથી. તેવામાં પ્રશ્ન તો ઉભો થાય જ છે કે ફક્ત સમૃતિના ધર્મનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો?

પારસી લખીને હટાવી શા માટે લીધુ?

તેમાં પણ એક રસપ્રદ બાબત એ છે કે ભાજપ તરફથી જે લિસ્ટ જાહેર કરવામાં આવી તેમાં તેમની પારસી ઓળખનો ઉલ્લેખ છે. જ્યારે લોકોએ તેના વિશે લખવાનું શરૂ કર્યુ ત્યારે ભાજપે પોતાની વેબસાઇટ પર આ લિસ્ટ અપલોડ કરી ત્યારે પારસીનો ઉલ્લેખ ન હતો. પછીથી આ ફેરફાર શા માટે કરવામાં આવ્યા? પહેલા ઉલ્લેખ કરીને પછી હટાવી શા માટે દેવાયો?

સ્મૃતિ હિન્દુ છે

પાર્ટી ભલે સ્મૃતિના નામ આગળ પારસી લખે પરંતુ તે પોતાની જાતને હિન્દુ માને છે. ભૂતકાળમાં જાહેરમાં તે કહી ચુકી છે કે તેણે પારસી સાથે લગ્ન કર્યા બાદ પણ પોતાનો હિન્દુ ધર્મ છોડ્યો નથી. તે હજુ પણ હિન્દુ જ છે.

નવેમ્બર 2018માં તેણે એક ટ્વિટ કર્યુ હતું જેમાં લખ્યું હતું કે, મારુ ગૌત્ર કૌશલ છે, મારા પિતાનું, તેમના પિતાનું, તેમના પિતા અને તેમના પિતાનું પણ. બધાનું આ જ ગૌત્ર હતુ. મારા પતિ અને બાળકો પારસી છે. તેથી તેમનું ગૌત્ર ન હોઇ શકે. હું હજુ પણ હિન્દુ ધર્મમાં માનું છુ અને તેનું પાલન કરુ છુ. હું જે સિંદુર લગાવું છુ, તે મારા હિન્દુ હોવાના કારણે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments