BJP કટ્ટરવાદ પર ઉતરશે તો ચૂંટણી પહેલાં કોમી રમખાણો થવાની આશંકાઃ US ઇન્ટેલિજન્સ

0
529

નવી દિલ્હી/યુએસઃ ભારતમાં લોકસભા ચૂંટણીમાં હવે થોડાં જ મહિનાનો સમય બાકી છે. આ ચૂંટણી પર આખા વિશ્વની નજર છે. ચૂંટણીને લઇને અમેરિકાનો એક રિપોર્ટ સામે આવ્યો છે જે દરેકને ચોંકાવી શકે છે. અમેરિકન સેનેટને સોંપવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી પહેલાં હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દે વધુ ભાર મુકશે તો ભારતમાં સાંપ્રદાયિક હિંસા થવાની આશંકા છે.

ચૂંટણી પહેલાં સાંપ્રદાયિક હિંસાનું જોખમ

લોકસભા ચૂંટણી પહેલાં રમખાણો
  • આ રિપોર્ટ એવા મૂલ્યાંકનનો હિસ્સો છે જેમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ વિશ્વમાં ઉભા થનારા જોખમોનું અધ્યન કરે છે. આ રિપોર્ટને અમેરિકન સેનેટની સિલેક્ટ કમિટીની સામે રજૂ કરવામાં આવ્યો છે, જેને ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ ડેન કોટ્સે તૈયાર કર્યો છે.
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી હિન્દુ રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર આગળ વધે છે તો ભારતમાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં સાંપ્રદાયિક હિંસાની સંભાવનાઓ વધી શકે છે.
  • ઉલ્લેખનીય છે કે, અમેરિકા દર વર્ષની શરૂઆતમાં સ્થાનિક તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓનો રિપોર્ટ જાહેર કરે છે, જેમાં વિશ્વમાં યોજાનારી તમામ ઘટનાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ રિપોર્ટને તૈયાર કરવામાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIAની ડાયરેક્ટર ગીના હાસ્પેલ, એફબીઆઇ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રે અને ડીઆઇએના ડાયરેક્ટર રોબર્ટ એશ્લે પણ સામેલ છે.
BJP શાસિત રાજ્યોમાં તણાવ
  • પોતાના લેખિત નિવેદનમાં ડેન કોટ્સે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલાં કાર્યકાળ દરમિયાન બીજેપી શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક તણાવમાં વધારો થયો છે અને રાજ્યોમાં કેટલાંક હિન્દુવાદી નેતાઓએ તેને હિન્દુ રાષ્ટ્રવાદનો સંકેત ગણાવીને પોતાના સમર્થકોમાં ઉર્જા ભરવા માટે નાની-મોટી હિંસાનો સહારો લીધો.
  • ચૂંટણી પહેલાં આ પ્રકારની હિંસા ભારતમાં ઇસ્લામિસ્ટ ટેરરિસ્ટ સંગઠનોને વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી પહેલાં ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં પણ તણાવ વધી શકે છે. જો બંને દેશો વચ્ચે તણાવ વધશે તો ભારત-પાકિસ્તાન બોર્ડર પર લાઇન ઓફ કંટ્રોલ, ક્રોસ બોર્ડર ટેરરિઝ્મમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here