BJP દિગ્ગજ નેતા સંતોષ ગંગવારને મળી શકે છે મહત્વની જવાબદારી

0
37

લોકસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. સૂત્રોને મળતાં અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા સંતોષ ગંગવારને પ્રોટેમ સ્પીકર બનાવે તેવી શક્યતા છે.

તેમનો સંસદીય અનુભવ અને સહજ સરળ સ્વભાવને ધ્યાનમાં રાકી તેમને સુમિત્રા મહાજનના સ્થાન પર લોકસભાના અધ્યક્ષ બનાવવાની પણ ચર્ચા છે. જો તેમને લોકસભા અધ્યક્ષ બનાવામાં ન આવે તો તેમનું મોદી કેબિનેટમાં સ્થાન મળવું નક્કી છે તેમ માનવામાં આવી રહ્યું છે.

1981 અને 1985માં લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ સંતોષ ગંગવારની 1989માં લોકસભા વિજયની સફર શરૂ થઇ જે 2009માં અટકી પરંતુ 2014માં સાતમી વખત જીત મેળવી હતી. જ્યારે 2019માં પણ તેઓનો લોકસભા ચૂંટણીમાં વિજય થયો.

ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સંતોષ ગંગવારને લોકસભા 2019ના પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંતોષ ગંગવાર યૂપીની બરેલી લોકસભા સીટ પરથી સાંસદ છે. સંતોષ ગંગવાર ભારતની 17મી લોકસભાના સાંસદ છે. તેઓ આ લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની બરેલી સીટ પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન નરેન્દ્ર મોદીની સરકારમાં સંતોષ ગંગવાર લોકસભાના સાંસદ અને કેન્દ્ર સરકારમાં વર્તમાન રાજ્ય નાણા મંત્રી છે. આ પહેલા તેઓ કેન્દ્ર સરકારમાં કાપડ રાજ્ય મંત્રી હતા. સંતોષ ગંગવાર પહેલા પણ અટલ બિહારી વાજપેયી સરકારમાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તેઓ સાત ટર્મથી સાંસદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here