Tuesday, September 21, 2021
HomeBJP ના સ્થાપના દિને અમિત શાહનો મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર, કેસરિયો સાફો પહેરી...
Array

BJP ના સ્થાપના દિને અમિત શાહનો મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર, કેસરિયો સાફો પહેરી રોડ શો

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે વણઝર ગામ ખાતે ભાજપ ના સ્થાપના દિને પુષ્પાંજલિ કરીને હતી. ત્યારબાદ કેસરિયો સાફો બંધાવીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. આજે ભાજપ ના સ્થાપના દિવસથી વેજલપુર વિધાનસભા અને સાંજે સાબરમતી વિધાનસભામાં રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહી છે. જ્યારે રાતે ઘાટલોડિયા વિધાનસભાના બોપલ વોર્ડમાં સ્થાનિક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે અમિત શાહની બેઠક યોજાશે.

વેજલપુરથી પહેલા તબક્કાનો રોડ શો

સવારે સાડા નવ વાગ્યાથી રોડ શો શરૂ થયો હતો. વણઝર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજ પાર્ક, દેવાંશ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, શ્યામલ 100 ફૂટ રોડ (હરણ સર્કલ), જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ થઈ વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે 12.30 કલાકે રોડ શો પૂરો થશે.

રાણીપથી સાંજે બીજા તબક્કાનો રોડ શો

સાંજે 5.30 કલાકે રાણીપથી નિર્ણય નગર ગરનાળા શરૂ કરવામાં આવશે જે ચાંદલોડિયા, ઉમિયા હોલ, વંદેમાતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કૂલ, સરદાર ચોક, નવ નિર્માણ સ્કૂલ, રાણીપ બસ સ્ટેન્ડથી રાધા સ્વામિ રોડ, સાબરમતી પાવર હાઉસ, રામનગર, રામબાગ રોડ, નિલંકઠ મહાદેવ, હરિઓમ સોસાયટીથી દેવભૂમિ રોડ પાસે રોડ શો પૂરો થશે.

વડોદરા-આણંદ માં સીતારામન

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન સવારે 11 વાગ્યે વડોદરામાં જ્યુબિલી બાગ ખાતે તેઓ એક પ્રબુદ્દ સંમેલનને સંબોધન કરશે. બપોરે 3 વાગ્યે આણંદ ટાઉન હોલમાં મહિલા સંમેલનમાં હાજરી આપશે. સાંજે 6.30 વાગ્યે ગાંધીનગર લોકસભામાં આર. કે. રોયલ હોલ સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરશે.

બંદોબસ્ત

અમિત શાહના રોડ શોને લઈ રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રૂટ પર રાખવામાં આવ્યો છે. એસઓજી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ હાજર રહેશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments