BJP ના સ્થાપના દિવસે કોંગ્રેસમાં જોડાયા શત્રુઘ્ન,

0
0

નવી દિલ્હી: ઘણાં વિવાદો પછી અંતે આજે શત્રુઘ્ન સિન્હાએ બીજેપીને અલવિદા કહી દીધું છે. શત્રુઘ્ન સિન્હા આજે બીજેપીના સ્થાપના દિવસે જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાની હાજરીમાં શત્રુધ્ન કોંગ્રેસમાં જોડાયા છે.

શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભારે હ્રદયથી અને ખૂબ પીડા સાથે અંતે હું મારી જૂની પાર્ટીને અલવિદા કહી રહ્યો છું. 6 એપ્રિલે, જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ દિવસે બીજેપીનો સ્થાપના દિવસ પણ છે. પાર્ટીના લોકો મારા માટે પરિવાર સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here