Saturday, October 23, 2021
HomeBJP નેતાના દીકરાએ મંદિરની બહાર ફૂડ પેકેટમાં વહેંચી દારૂની બોટલ, તસવીર વાયરલ
Array

BJP નેતાના દીકરાએ મંદિરની બહાર ફૂડ પેકેટમાં વહેંચી દારૂની બોટલ, તસવીર વાયરલ

લખનઉ: ભાજપના નેતા નરેશ અગ્રવાલના દીકરા તરફથી મંદિરના એક સમારોહમાં ફૂડ પેકેટ્સમાં દારૂની બોટલ વહેંચવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન બીજેપી નેતા નરેશ અગ્રવાલ પણ તે સમારોહમાં હાજર હતા. ઘટના યુપીના હરદોઈ છે. હરદોઈમાં રાજ્યસભાના સાંસદ નરેશ અગ્રવાલે શ્રવણ દેવી મંદિરમાં એક સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમના દીકરા નિતિને ફૂડ પેકેટ્સમાં દારૂની બોટલ મુકીને લોકોને વહેંચી હતી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ પેકેટ્સની તસવીર મીડિયામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પુરી-શાકના ફૂડ પેકેટ્સ સાથે દારૂની બોટલ પણ મુકવામાં આવી હતી. આ ઘટના વિશે હરદોઈના ભાજપ સાંસદ અંશુલ વર્માએ કહ્યું કે, હું આ વિશે પાર્ટીના ઉચ્ચ અધિકારીને જાણ કરીશ. ભૂલ સુધારવા માટે ભાજપે ફેર વિચારણાં કરવી પડશે.

સાંસદ અંશુલ વર્માએ આ મામલે સીએમ યોગીને પક્ષ લખ્યો છે. તેમણે આ મામલે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, અમારી પાર્ટી જે સંસ્કૃતિની વાતો કરે છે આપણાં નવા સભ્ય અગ્રવાલ તેને ભૂલી ગયા છે.

તે સાથે જ સાંસદે પત્રમાં લખ્યું છે કે, જ્યારે આપણી સરકાર ધર્મમાં આસ્થા દર્શાવી રહી છે અને દેશના છેવાડાના માનવીને પણ મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે તે સમયે નરેશજી દ્વારા પાસી સમાજનો મજાક બનાવીને તેમને પ્રખ્યાત શક્તિપીઠમાં દારૂ વેચવાનું કામ કરવામા આવી રહ્યું છે. જો પાર્ટી વિરોધીઓ સામે પાર્ટી દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં નહીં આવે તો આપણાં સમાજના હિતો માટે અમારે રસ્તા પર ઉતરવું પડશે.

નોંધનીય છે કે, ભાજપના નેતા નરેશ અગ્રવાલ સમય જોઈને પલટી મારવામાં એક્સપર્ટ છે. ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં રહેતા નરેશ અગ્રવાલ સાત વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમનો દીકરો પણ અખિલેશ સરકારમાં મંત્રી રહી ચૂક્યો છે. 38 વર્ષના રાજકીય સફરમાં નરેશ અગ્રવાલ ચાર વાર પાર્ટી બદલી ચૂક્યા છે અને એક વાર પોતાનો પક્ષ પણ બનાવ્યો છે. 1980માં પહેલીવાર હરદોઈથી કોંગ્રેસની ટિકિટથી ધારાસભ્ય ચૂંટાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments