Thursday, October 21, 2021
Homeપેટા ચૂંટણી : કોરોનાના કહેર વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વિધાનસભાની પેટા ચૂંટણીમાં...
Array

પેટા ચૂંટણી : કોરોનાના કહેર વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વ્યસ્ત, સોમવારે બંને પક્ષોની બેઠક

રાજ્યમાં કોરોનાના કપરાં સમયે ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટેની તૈયારી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ કરી દીધી છે. જેમાં બંને પક્ષના નિરીક્ષકોએ સેન્સ લઈને ઉમેદવારના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાગીરીને સોંપી દીધી છે, જેમાં ભાજપમાં તો 6 બેઠકો પર કોંગ્રેસના આયાતીને ટિકિટ ના આપવાની રજૂઆત પણ થઈ હતી. બંને પક્ષની પ્રદેશ નેતાગીરી સોમવારે આ મામલે બેઠક કરશે.

ભાજપ માટે પાર્ટીમાં અસંતોષ ઊભો થયો
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે ભારે કશ્મકશ જેવી થઈ શકે છે, જેમાં ભાજપ માટે આ બેઠકો પર વિજય મેળવતા પહેલા ઉમેદવાર પસંદગી કઠિન બની જાય તેમ છે. આ ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને વિજય મેળવતાં આંખે પાણી આવી શકે છે, કેમ કે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ આપવાનું વચન આપ્યું હોવાથી પાર્ટીમાં અસંતોષ ઊભો થયો છે. બેઠકોના નિરીક્ષકો માટે માથાનો દુઃખાવો ઊભો થતાં આખરી રિપોર્ટ પક્ષ પ્રમુખ વાઘણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો છે.

નિરીક્ષકોએ વિધાનસભાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે
આ બેઠકો પર ભાજપે મૂકેલા નિરીક્ષકોએ વિધાનસભા વિસ્તારમાં જઇને એક રિપોર્ટ તૈયાર કર્યેા છે. જેમાં એવી બાબતોસામે આવી છે કે આઠ પૈકી છ બેઠકોમાં પાર્ટીને અસંતોષનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ખુદ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને મોટું નુકશાન કરી શકે તેમ છે. બેઠકોમાં દાવેદારો પણ વધી જવાથી અસંતોષનો માહોલ છે.

ઓછું મતદાન થાય તો નુકસાન થશે
પેટાચૂંટણીમાં બેઠકની સ્થિતિ તેમજ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે બેઠકદીઠ બે નિરીક્ષકોની નિયુકિત કરી છે. આ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, કોરોના સંક્રમણના કારણે મતદાન પર મોટી અસર થાય તેમ છે. લોકો મત આપવા માટે બહાર આવવામાં ગભરાઇ રહ્યાં છે તેથી ઓછું મતદાન થશે તો પાર્ટીને મોટું નુકશાન થઇ શકે છે.

પાંચ બેઠકો પર આયાતીને ટિકિટ ફાળવી શકે છે
ભાજપ માટે અસંતોષ અને નારાજગી છે તેવી બેઠકોમાં અબડાસા, મોરબી, કરજણ, ધારી અને કપરાડાનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં પાર્ટી કોંગ્રેસમાંથી આયાત થયેલા પૂર્વ ધારાસભ્યોનો ટિકિટ આપી રહી છે. તેથી ભાજપના સ્થાનિક આગેવાનો નિષ્ક્રિય બની જાય તેવી દહેશત છે. 2017માં ભાજપના જે ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા તે ઉમેદવારોએ નિરીક્ષકો સામે રોષ વ્યકત કર્યેા છે.

કમલમ્ ખાતે ભાજપ નિરીક્ષકો અને મોવડી મંડળની બેઠક મળશે
ગુજરાતમાં આઠ બેઠકોની વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે જેમાં પક્ષના નિરીક્ષકો જે તે મત વિસ્તા૨માં ગયા હતા. તેનો રિપોર્ટનો પ્રથમ ભાગ મુખ્યમંત્રીને સુપ્રત કરી દેવાયો હતો. હવે પ્રદેશ ભાજપે આ રિપોર્ટ પ૨થી ફિડબેક મેળવ્યા છે અને તેના પ૨ વિચા૨ણા ક૨વા સોમવારે ગાંધીનગ૨માં કમલમ્ ખાતે ભાજપના નિરીક્ષકો અને પ્રદેશ મોવડીઓની બેઠક મળશે અને તેમાં ઉમેદવારોના નામો અંગે પ્રથમ ચર્ચા થશે અને તે દિવસે જ અમિત શાહ ગાંધીનગ૨માં છે અને તેથી તેઓનું પણ માર્ગદર્શન લેવામાં આવી શકે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments