Friday, December 6, 2024
HomeUncategorizedભાજપે રાજ્યસભા માટે 14 નામોની કરી જાહેરાત, જુઓ લિસ્ટ....

ભાજપે રાજ્યસભા માટે 14 નામોની કરી જાહેરાત, જુઓ લિસ્ટ….

- Advertisement -

ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે 14 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આરપીએન સિંહ અને સુધાંશુ ત્રિવેદીને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સુશીલ મોદીને બિહારમાંથી જગ્યા મળી નથી. ભાજપની 14ની યાદીમાં 13 નવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. માત્ર સુધાંશુ ત્રિવેદીને જ રીપીટ કરવામાં આવ્યા છે.

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા અને રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ધર્મશીલા ગુપ્તા (બિહાર), ડૉ.ભીમ સિંહ (બિહાર), રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ (છત્તીસગઢ), સુભાષ બરાલા (હરિયાણા), નારાયણ ક્રિષ્નાસા ભાંડગે (કર્ણાટક), આરપીએન સિંહ (યુપી), ડૉ. સુધાંશુ ત્રિવેદી (યુપી), ચૌધરી. તેજવીર સિંહ (યુપી), સાધના સિંહ (યુપી), અમરપાલ મૌર્ય (યુપી), સંગીતા બળવંત (યુપી), નવીન જૈન (યુપી), મહેન્દ્ર ભટ્ટ (ઉત્તરાખંડ) અને સમિક ભટ્ટાચાર્ય (પશ્ચિમ બંગાળ)ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સુશીલ મોદીને બિહારથી ટિકિટ મળી નથી. ભાજપની 14ની યાદીમાં 13 નવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. માત્ર સુધાંશુ ત્રિવેદીને જ રીપીટ કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની સાત બેઠકો માટે ચૂંટણી યોજાશે. ભાજપે સાત બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉત્તર પ્રદેશમાં સાત ઉમેદવારોમાંથી બે મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવી છે. ભાજપે સાધના સિંહ અને ડો.સંગીતા બળવંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપના ઉમેદવારોની યાદી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના મહિલા સશક્તિકરણ અને નારી શક્તિ વંદન એક્ટ સાથે પણ જોડવામાં આવી રહી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular