વિડીયો આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 70 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું.

0
3

આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 70 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ મંજુલી અને સ્વાસ્થ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા જલુકવાડીની પરંપરાગત બેઠકો પરથી ચૂંટણી લડશે.

ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું હતું કે આસામ ગણ પરિષદ અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) સાથે ગઠબંધન કરીને પાર્ટી ચૂંટણી લડશે. આસામ ગણ પરિષદને 26 અને UPPLને 8 બેઠક અપાઈ છે.

આસામમાં ભાજપે પોતાના સહયોગી દળો સાથે મળીને 126 બેઠકોમાંથી 100થી વધારે બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે. કોંગ્રેસ અને મૌલાના બદરુદ્દીન અજમલની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના ગઠબંધને તેની ચિંતા વધારી દીધી છે. કોંગ્રેસે 6 પાર્ટી સાથે મહાગઠબંધન કર્યું છે. તેમાં AIUDF, CPI, CPM, CPM (ML) અને CAA છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here