Friday, August 6, 2021
Homeમોરબી માળિયા વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ફોન ન ઉપાડતા...
Array

મોરબી માળિયા વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ફોન ન ઉપાડતા હોવાનું કહીને સ્થાનિકોએ ઉધડો લીધો

વિધાનસભાની પેટાચૂંટણીને લઈને નેતાઓ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. ત્યારે મોરબી માળિયા વિસ્તારમાં મત માગવા નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનો સ્થાનિકો ઉધડો લેતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાને સ્થાનિક લોકોએ ફોન ન ઉપાડતા હોવાનું કહીને ખખડાવ્યા હતા.

અમારે કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો ફોન ઉપાડતા નથી- સ્થાનિક

વિડિયોમાં જોઈ શકાય છે કે મોરબી-માળિયા વિસ્તારમાં પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાનો સ્થાનિકોએ ઉઘડો લીધો હતો. કામ ન કરતા હોવાનું અને ફોન ન ઉપાડતા હોવાનું કહીને સ્થાનિકોએ ઉધડો લીધો હતો. વિડિયોમાં સ્થાનિક કહે છે કે અમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો ફોન નથી ઉપાડતા, તમને ફોન કરીએ તો તમે બહાર હોય, તો અમારે રજૂઆત ક્યાં કરવી. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિશે જણાવ્યું હતું કે ખેડૂતોને કામ પડે ત્યારે કાંતિભાઇ તરત આવી પહોંચતા હોય છે. તમને તો ફોન ઉપાડવાનો પણ સમય નથી મળતો, કોરોના ટાઈમમાં રજુઆત કરવા આવ્યા તો તમે લેખિત અરજી કરવાનું કીધું અમે અરજી પણ કરી તમે ક્યાંય દેખાતા નથી.

તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવું કહીને સ્થાનિકોને આશ્વાસન આપ્યું

પાણી મુદ્દે સ્થાનિકે રોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે પાણી તો આવતું નથી. અમારે કોને કહેવું, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. અન્ય સ્થાનિક વિડિયોમાં કહે છે કે છેલ્લાં કેટલાંય વર્ષથી DDO કચેરીમાં હું ધક્કા ખાઉં છું છતાં પણ મારું કામ થતું નથી. ત્યારે બ્રિજેશ મેરજાએ ઊભા થઈને સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી બેઠક પર ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે. બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments