અમદાવાદ : મનપાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો સાંજે જાહેર થશે, ઉમેદવારોને ઈ-મેલથી જાણ કરાશે

0
16

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સાંજ સુધીમાંથી ઉમેદવારો ભાજપ જાહેર કરશે. આવતીકાલે ભાજપ કાર્યાલય પરથી ઉમેદવારો પોતાના ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા જશે. 576 સીટ પર દરેક સીટ પર 60થી 70 કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. તેમાં પણ સ્ક્રુટીની કરી યાદી તૈયાર કરી છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંગઠનમાં જે પણ પદાધિકારીએ ટિકિટ માગી છે તેને ટિકિટ મળશે તો રાજીનામું આપવું પડશે અને તે જગ્યા તાત્કાલિક ભરી દેવામાં આવશે. ટિકિટ અંગે ઉમેદવારોને ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. તેમજ આ ઉમેદવારો આવતીકાલે(5 ફેબ્રુઆરી) વિજય મુહૂર્તમાં એટલે કે 12 કલાકને 39 મિનિટે ફોર્મ ભરશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે પસંદ કરેલા પેનલના નામો પીએમ મોદી અને અમિત શાહ સુધી પહોંચ્યા છે. સાંજે ઉમેદવારો જાહેર થશે.

ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજાને ટિકિટ નહીં આપે

આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાકાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.

વોર્ડદીઠ 16 નામોની યાદી મોકલાઈ

પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં 6 મહાનગરપાલિકાના વિસ્તાર તેમજ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી. કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ પ્રત્યેક વોર્ડદીઠ 16 નામોની યાદી તૈયાર કરી છે. પ્રત્યેક વોર્ડદીઠ પેનલ બનાવવામાં આવી છે, જેની યાદી સુપરત કરી દેવામાં આવી છે. આ યાદીની ચર્ચા માટે જે-તે શહેર, પંચાયત, નગરપાલિકા વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, પ્રમુખ અને મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. તમામ સાથે ચર્ચાવિચારણાના અંતે 16 નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

અમદાવાદમાં 20થી વધુ સિનિયર નેતાઓ કપાશે

​​​​​​​અમદાવાદ મહાનગર પાલિકાના વર્તમાન કોર્પોરેટરો પૈકી 20થી વધુ સિનિયર નગરસેવકોના નામ પર પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે લાગુ કરેલાં નિયમો પર ચોકડી વગશે. આ તમામ નગરસેવકોમાં ચાર પૂર્વ મેયરો, બે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બે ડેપ્યુટી મેયરોને હવે પછી કોર્પોરેશનમાં ચૂંટાવાની તક નહીં મળે. ભાજપે ત્રણથી વધુ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોને ટિકિટ નહીં આપવાનું નક્કી કર્યાં બાદ આ નામો બહાર આવ્યા છે જેમને ટિકિટો નહીં મળે. આ નામો પૈકી અમુક તો પાંચ ટર્મથી કે ચાર ટર્મથી કોર્પોરેશનમાં ચૂંટાઇ આવતા હતા.

નવા નિયમનો પ્લસ પોઇન્ટ: નવા ચહેરાને તક મળશે

​​​​​​​​​​​​​​​​​​​​​ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફારથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. આ નિર્ણયથી ચૂંટણીમાં નવા ચહેરાને તક મળશે. અગાઉ વિવિધ કેમ્પ કે જૂથના દાવેદારોને તક અપાતી હતી આ નિયમથી જૂથવાદનું રાજકારણ ઘણે અંશે નબળું પડશે અને નવા ચહેરાને તક મળશે.

3 ટર્મના નિયમથી આ ભાજપ નેતાઓ રેસમાંથી બહાર થશે

બીજલ પટેલ

ઉદય કાનગડ

કશ્યપ શુક્લ

જયમન ઉપાધ્યાય

કમલેશ મીરાણી​​​​​​​ ​​​​​​​

60 વર્ષથી વધુનાને ટિકિટનહીંના નિયમથી આ નેતાઓ બહાર

અમિત શાહ (અમદાવાદ)

ડૉ.જીગીશા શેઠ (વડોદરા)

અજિત પટેલ (વડોદરા)

ટિકિટમાં પરિવારવાદ નહીં , કોને અસર?

સાંસદ રંજનબેન ભટ્ટ (બહેન પન્ના દેસાઈ)

શૈલેશ સોટ્ટા (પુત્ર ધ્રુમિલ મહેતા)

મધુ શ્રીવાસ્તવ (પુત્ર દીપક શ્રીવાસ્તવ)

ધારાસભ્ય અભેસિંહ તડવી (પુત્ર દેવાંગ તડવી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here