મોરબીમાં ભાજપ-કોંગ્રેસના અને ધારીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું.

0
6

ગુજરાતની વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આજે મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે આજે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ હતું. બ્રિજેશ મેરજા સાથે ભાજપના મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. જયંતી પટેલ સાથે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, કોરોનાની મહામારીમાં બંને પક્ષના નેતાઓએ સભા યોજી હતી. જેમાં કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો હતો. ધારીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ ફોર્મ ભર્યુ હતું.

મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ફોર્મ ભર્યુ
(મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ફોર્મ ભર્યુ)

 

ધારીમાં ફોર્મ ભરતા પહેલા વિપક્ષ નેતા ધાનાણીની હાજરીમાં સભા યોજાઈ

ધારી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયાએ પ્રાંત કચેરીએ ફોર્મ ભર્યુ તે પહેલા સભા યોજી હતી. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. ધારી બેઠક પર કોંગ્રેસ અને ભાજપે જીત માટેના પ્રયાસો શરૂ કરી ડોર ટુ ડોર પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે.

ગઢડામાં કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટનમાં નેતાઓ માસ્ક વગર જોવા મળ્યાં
(ગઢડામાં કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટનમાં નેતાઓ માસ્ક વગર જોવા મળ્યાં)

 

ગઢડામાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ માસ્ક વગર જોવા મળ્યાં

ગઢડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પર માત્ર 14 આગેવાનોની મંજૂરી હોવા છતાં 30થી વધુ આગેવાનો જોવા મળ્યાં હતા. ઉદઘાટન કાર્યક્રમમાં રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સ્ટેજ પર માસ્ક પહેર્યા વગર જોવા મળ્યાં હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સિવાય કોંગ્રેસના તમામ નેતાઓએ માસ્ક પહેર્યુ હતું. અહીં પણ કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. આ રીતે રાજકીય પક્ષો જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે તેમ છતાં તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ગુજરાત જનચેતના પાર્ટીના ઉમેદવાર વિનુ પરમારે ફોર્મ ભર્યુ છે.

મોરબીમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપના કાર્યકરોનો મેળાવડો જામ્યો
(મોરબીમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપના કાર્યકરોનો મેળાવડો જામ્યો)

 

મોરબીમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપના નેતાઓનો મેળાવડો જામ્યો હતો

મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ફોર્મ ભરે તે પૂર્વે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના પ્રભારી મંત્રી સૌરભ પટેલ, આઈ. કે. જાડેજા, મોહન કુંડારીયા, કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓનો મેળાવડો જામ્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઉલાળિયો કર્યો હતો. સામાન્ય લોકો પાસેથી મસ મોટો દંડ વસુલતું પ્રસાશન નેતાઓ પાસેથી દંડ વસુલશે કે નહીં તેવો સવાલ લોકોમાં ઉઠ્યો હતો.

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે ફોર્મ ભર્યુ
(મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે ફોર્મ ભર્યુ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here