રાજયસભાની ચુંટણી પૂર્વે ભાજપ -કોંગ્રેસ ધારાસભ્યોના ભોજન સમારંભથી વિવાદ, ભાજપના આયોજક મંત્રીને ઠપકો

0
14

ગુજરાતમા ૨૬ માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ચુંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં પણ હાલ ચાલી રહેલી વિધાનસભાની બેઠક દરમ્યાન રાજય સરકારના મંત્રીએ બંને પાર્ટીના ધારાસભ્ય માટે યોજાયેલો ભોજન સમારંભને લઈને વિવાદ ઉભો થયો છે. આ ભોજન સમારંભમા ભાજપ અને કોંગ્રેસના ૨૦ જેટલા ધારાસભ્યો હાજર હતા. જેની વાત ભાજપના મોવડી મંડળ સુધી પહોંચતા સીનીયર મંત્રીએ આયોજન કરનારા મંત્રીને ઠપકો આપ્યો હતો.

આ અંગે સામે આવેલી વિગતો મુજબ વિધાનસભા પરિસરમા આ પ્રકારના આયોજન માટે અધ્યક્ષની મંજુરી લેવી જરૂરી છે. જો કે આ આયોજન સતત ૪ દિવસ સુધી ચાલ્યું હતું. જેના લીધે ભાજપના મોવડી મંડળને ફાળ પડી હતી તેમજ રાજયસભાની ચુંટણી પૂર્વે આ પ્રકારની હલચલે તેમની ઉંધ ઉડાવી દીધી હતી. તેમજ સીનીયર મંત્રીએ આ મંત્રીને ઠપકો આપીને આ પ્રકારનું આયોજન ના કરવા સુચના પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામા હાલ ભાજપ પાસે ૧૦૩ બેઠકો છે. જો કે તેમ છતાં છેલ્લી ધડીએ ધારાસભ્યો તૂટે ભાજપ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે તેમ છે. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી વારંવાર દાવો કરવામા આવે છે ભાજપના ૧૫-૨૦ ધારાસભ્યો તેમના સંપર્કમા છે. આ ઉપરાંત નીતિન પટેલની નારાજગી પણ ભાજપ માટે મુશ્કેલી બની શકે તેમ છે. ભાજપે પણ આ પૂર્વે કોંગ્રેસના નેતાઓને ભાજપ લાવીને ચુંટણી જીત્યા બાદ મંત્રી પણ બનાવ્યા છે. જેના લીધે ભાજપ નેતાઓના બળવાખોરીનો ડર તેમને સતત સતાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here