અનુઠા ગઠબંધન..! ભાજપ–કોંગ્રેસની મહિલા નેતાઓ ચલાવી રહી છે કૂટણખાનું, સગીરાએ લગાવ્યા ગંભીર આરોપ

0
0

રાજસ્થાનમાં સેક્સ રેકેટનો પર્દાફાસ થયો છે. ચોંકાવનારી વિગત એ છે કે આ કૂટણખાનું અન્ય કોઇ નહીં પરંતુ ભાજપ અને કોંગ્રસની જિલ્લા કક્ષાની મહિલા નેતા દ્વારા ચલાવવામાં આવતું હતું. રાજસ્થાન બીજેપી અને કોંગ્રેસના પૂર્વ મહિલા નેતા પર સનસનીખેજ આરોપ લાગ્યા છે. કેટલીક સગીરાઓએ આરોપ લગાવ્યો છે કે સેક્સ રેકટ ચલાવી રહી છે. જેમાં એક ભાજપા મહિલા નેતાની ઘરપકડ કરવામાં આવી છે.

આરોપ લગાવવામાં આવ્યો છે કે સવાઈ માધોપુરમાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ સુનીતા વર્મા ઉર્ફ સંપત્તિ બાઇ અને કોંગ્રેસ સેવાદળ મહિલા પ્રકોષ્ઠની પૂર્વ જિલ્લા અધ્યક્ષ પૂજા અને પૂનમ ચૌધરી મળીને સેક્સ રેકટ ચલાવી રહી હતી. જેમાં સગીરાઓને ફસાવી તેમની સાથે ગંદુ કામ કરવામાં આવતું હતું.

સવાઇ માધોપુર જિલ્લાની જ્યારે એક સગીરાએ આ મામલે ખુલાસો કર્યો તો આ કાંડમાં સામેલ જિલ્લા કલેક્ટર કાર્યલયમાં કામ કરતા શિવરામ મીણા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફરજ બજાવતા સંદીપ શર્મા, ઇલેક્ટ્રીશિયન રાજૂ અને સુનિતાના સહયોગી હીરાલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સગીરાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસની બંન્ને જિલ્લા કક્ષાની મહિલા નેતાઓ અન્ય મોટા નેતાઓના સંપર્ક સાધી આ કૂટણખાનું ચલાવતા હતા. અને યુવતીઓને અન્ય જીલ્લાઓમાં મોકલવામાં આવતી હતી.

ભાજપની પૂર્વ જિલ્લા અધ્યક્ષ સુનિતા વર્માએ તો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે રાજનીતિમાં મોટી સંખ્યામાં ચરિત્રહીન લોકો છે અને જેમના નામ અને કામ પણ જાણે છે, એટલું જ સમય આવશે તો તમામની પોલ પણ ખોલશે તેવો પણ દાવો કર્યો હતો. હાલ આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here